અર્થવ્યવસ્થા ગબડી/ લૉકડાઉનમાં લોનના હપ્તા ના ભરી શકતાં ફાયનાન્સરના ત્રાસથી વેપારીનો આપઘાત.

0
1551
લૉકડાઉનમાં લોનના હપ્તા ના ભરી શકતાં ફાયનાન્સરના ત્રાસથી વેપારીનો આપઘાત.
મહેસાણાના મોટીદાઉના કરિયાણાના વેપારીએ કેનાલમાં પડી જીવન ટૂંકાવ્યું.
4 વર્ષ અગાઉ એસઆરજી ફાયનાન્સમાંથી રૂ.7.50 લાખની લોન લીધી હતી અને માસિક 20 હજાર રૂપિયા હપ્તો ભરતો હતો.
ફાયનાન્સ કંપનીના કર્મી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા :   કોરોના મહામારી ને લીધે સરકાર દ્વારા જાહેર કરાયેલ lockdown ને લઈને દેશમાં ભારે આર્થિક મંદીનો માહોલ પેદા થયો છે. લોકો છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે લોનના હપ્તા ન કરી શકનારા તેમજ આર્થીક ભીંસમાં મુકાયેલા કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચારો પણ અવારનવાર સમાચારોમાં પ્રસારિત થવા લાગ્યા છે. તાજેતરમાં મહેસાણા ખાતે જ એક વેપારીએ લોનના હપ્તા નહીં કરી શકતા આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
                                                           મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામે જીકેશભાઇ કનુભાઇ મોદી ગામમાં ચેહરકૃપા કિરાણા સ્ટોરના નામે કરિયાણાની દુકાન ધરાવતા હતા. તેમણે આજથી 4 વર્ષ અગાઉ મહેસાણામાં મોઢેરા ચોકડી સ્થિત એસઆરજી ફાયનાન્સ કંપનીમાંથી રૂ.7.50 લાખની લોન લીધી હતી અને તેનો માસિક રૂ.20 હજારનો હપ્તો તેઓ સમયસર ભરતા હતા.                                                                          પરંતુ લોકડાઉન અને આર્થિક મંદીના કારણોથી છેલ્લા આઠેક માસથી તે લોનનો હપ્તો ભરી શકતા ન હતા. આથી ફાયનાન્સ કંપનીના કર્મચારી મહેશ ચૌધરી તેમના ફોનથી અવાર નવાર હપ્તા ભરવા બાબતે ધમકી આપી દબાણ કરતા હતા અને 4 દિવસ અગાઉ મહેશ ચૌધરી તેમના ઘરે જઇ ઘર અને દુકાન સીલ મારવાની ધમકી આપી હતી.                                                                      આર્થિક ભીડ વચ્ચે ફાયનાન્સર તરફથી મળતી ધમકીઓથી કંટાળી જીકેશભાઇએ આપઘાતના નિર્ણય સાથે ગુરુવારે બપોરે મોટી દાઉ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પમ્પિંગ સ્ટેશન પાસે પડી આપઘાત કરી લીધો હતો.આ ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસ મથકે કરાતાં પોલીસે લાશને કેનાલમાંથી બહાર કાઢી મહેસાણા સિવિલમાં પીએમ કરાવી પરિવારને સોંપી હતી. દરમિયાન, મૃતકના ભાઇ ગૌરાંગભાઇ મોદીની ફરિયાદ આધારે પોલીસે એસઆરજી ફાયનાન્સ કંપનીના કર્મચારી મહેશ ચૌધરી સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો.