BreakingNews National Politics Trending

Big Breaking / ફિલ્મ અભિનેતા સની દેઓલ ભાજપમાં જોડાયા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ફિલ્મ અભિનેતા સની દેઓલ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે થોડાક સમય પહેલા મુલાકાત કરી હતી જેને લઈને એવી અટકળો શરૂ થઇ ગઇ હતી કે સની દેઓલ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે સની દેઓલ ભાજપમાં જોડાઈ જતાં અટકળો પર પૂર્ણવિરામ આવી ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે ફિલ્મ અભિનેતા સની દેઓલ એ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નિર્મલા સીતારામ ની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. પિયુષ ગોયલ એ સની દેઓલને કેસરિયો પહેરાવી તેમને ભાજપમાં આવકાર્યા હતા. હવે સની દેઓલ ને પંજાબની કોઈપણ એક લોકસભા સીટ પરથી ભાજપ મેદાનમાં ઉતારી શકે છે.