સુરત ભાજપ નેતાના ટ્વીટથી ખળભળાટ: શહેરના નામાંકિત જવેલર્સ પર લાગ્યો આ આરોપ, જાણો

0
677

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવેલી ટ્વિટને લઈને ખળભળાટ મચી ગયો છે. શહેર ભાજપનાં ઉપપ્રમુખ પી.વી એસ શર્મા કે જેઓ પોતે એક રિટાયર્ડ આવકવેરા અધિકારી પણ છે. તેમને સુરતના ઘોડદોડ રોડ પર આવેલા ક્લામંદિર જ્વેલર્સના કેટલાંક ડોક્યુમેન્ટ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમગ્ર કૌભાંડમાં ED અથવા CBIની તપાસની માંગણી કરી છે.

જેમાં શર્માનો એવો આક્ષેપ છે કે, નોટબંધી લાગુ થઈ ત્યારે કલામંદિર જ્વેલર્સના માલિકો પાસે 110 કરોડ રૂપિયાની રોકડ હતી.8 નવેમ્બર 2016ના રોજ રાત્રે નોટબંધી લાગુ થયા બાદ એક દિવસ માટે તમામ બેન્કો બંધ રહી હતી. 10 નવેમ્બર 2016ના રોજ બેન્કો શરૂ થઈ હતી, જેથી જ્વેલર્સ દ્વારા કેટલીક રકમ બેન્કમાં જમા કરાવવામાં આવી હતી. 10 નવેમ્બર 2016ના રોજ રૂ. 92.80 કરોડ, 11 નવેમ્બર 2016ના રોજ રૂ. 10 કરોડ અને 12 નવેમ્બર 2016ના રોજ 7.19 કરોડ રૂપિયા આમ કુલ 109.99 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યાં હતાં. તેની સામે જવેલર્સ દ્વારા વર્ષ 2016-17 દરમિયાન માત્ર 84 લાખનો ઇન્કમટેક્સ ભર્યો હતો. આવું કેવી રીતે બન્યું એ પણ એક તપાસનો વિષય છે.

વળી, શર્માનો એવો પણ આક્ષેપ છે કે આ જ્વેલર્સ સાથે એનસીપીનાં એક મોટા ગજાના નેતાનું કનેક્શન જોડાયું છે. આ સાથે જ કેટલાંક ભ્રષ્ટાચારી આવકવેરા અધિકારીઓ, ચાર્ટડ એકાઉટન્ટ અને ઉદ્યોગકારોની પણ મિલીભગત છે. પોતાના ટ્વિટ થકી CBI કે ED પાસે તપાસ કરાવવાની માંગણી પણ કરી છે.