સુરત : રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસનો ધધમાટ

0
696

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   શહેરમાં છેલ્લા ઘણા સમયથી સુરતમાં રત્નકલાકારો માટે લડી રહેલા સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો કામરેજ જિલ્લાની તાપી નદીમાંથી મૃતદેહ મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા છેલ્લા ઘણા દિવસોથી સુરતના રત્નકલાકારો માટે લડી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેઓએ આપઘાત કરી લીધાનું સામે આવી રહ્યું છે.      જોકે, પોલીસ હત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા  સુરતના જ એક પાટીદાર નેતા દુર્લભભાઈ પટેલે નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામલે 11 લોકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. દુર્લભભાઈના આપઘાતના ત્રણ દિવસમાં જ સુરતના વધુ એક પાટીદાર આગેવાનનો મૃતદેહ મળતા પાટીદાર સમાજમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

જયસુખ ગજેરા સુરતના રત્નકલાકારો માટે લડતા રહ્યા છે. રત્નકલાકારોમાં કોરોના વકરતા તેઓેએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર પણ લખ્યો હતો. આ ઉપરાંત સરકાર તરફથી સુરતમાં કોરોના વિસ્ફોટ મામલે રત્નકલાકારોને જવાબદાર ઠેરવવામાં આવતા તેઓએ આ વાતનો વિરોધ પણ કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે સરકારે રત્નકલાકારોને બદનામ કરવા માટે ષડયંત્ર ઘડ્યું છે