સુરત : ચકચારી દુર્લભભાઈ આત્માહત્યા કેસમાં સી.આર.પાટીલે CM રૂપાણી અને ગૃહમંત્રી સાથે કરી વાત, જાણો- શુ કરી માંગ ?

0
981

ચકચારી સમાજસેવી દુર્લભભાઈની આત્માહત્યા કેસમાં નિષ્પક્ષ ત્વરિત તપાસની માંગ : પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ
                                                                            મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી       પ્રદિપસિંહ જાડેજા સાથે સી આર પાટીલે હોસ્પિટલના બિછાનેથી કરી ટેલિફોનિક વાતચીત  

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  ગત 7 સપ્ટેમ્બરના રોજ સુરતના રાંદેરખાતે આવેલ સૂર્યપુર સોસાયટીમાં રહેતા અને ક્વોરી ઉદ્યોગ તેમજ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 74 વર્ષીય દુર્લભ પટેલે માંડવીના ખંજરોલી ખાતે તેમની સ્ટોન ક્વોરીની ખાણમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.ત્યારે ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ પાટીલે સુરતમાં બનેલી ચકચારી ઘટના સમાજસેવી દુર્લભભાઈની આત્માહત્યા કેસમાં નિષ્પક્ષ ત્વરિત તપાસની માંગ.
અત્રે ઉલ્લેખનીય છે કે દુર્લભભાઈ ને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા તેવા સમાચારો એ સરકારની કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. ત્યારે સરકારની છબી ખરડાય નહીં તે માટે આ બાબતમાં નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય તેવી સીઆર પાટીલે માંગ કરી છે.  કોરોનાની સારવાર લઈ રહેલા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સી આર પાટીલે સુરત શહેરમાં ચકચારી દુર્લભભાઈ પટેલ આત્મહત્યા કેસમાં કોઇ પણની શેહશરમ રાખ્યા વિના જવાબદાર આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ચર્ચા કરી છે.
                                                                            કાળાચૂડા કડવા પાટીદાર સમાજના અગ્રણી અને સાયણ સુગર ફેકટરીના પૂર્વ ડિરેક્ટર દુર્લભભાઈને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ કરાવનાર તમામ આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરી ધરપકડ કરવાની માંગણી કરી છે. આ સાથે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેને પણ તાત્કાલિકપણે પગલાં લેવા સારૂ જાણ કરવા માટે ગૃહરાજ્યમંત્રીને જાણ કરી છે.