સુરત સાંસદ સી.આર.પાટીલે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 300 ઇલેક્ટ્રિક કેટલનું વિતરણ કર્યું

0
16
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. આ વિષમ સ્થિતિમાં શહેરની અગ્રણી સેવાભાવી સંસ્થાના સહયોગ થકી સાંસદ સી આર પાટીલ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને નિયમિત ગરમ પીવાનું પાણી મળી રહે તે માટે 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ કરવામાં આવ્યું છે.
સુરત શહેર – જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓને નવી સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ દર્દીઓમાં ઈન્ફેકશનના ભયની સંભાવનાઓને કારણે શહેરની સેવાભાવી સંસ્થા રૂપા ફાઉન્ડેશનના સુરેશભાઈ અગ્રવાલના સહયોગ થકી સાંસદ સી આર પાટીલ દ્વારા 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેને કારણે હવે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ગરમ પાણી પી શકે અને દરેકને ગરમ પાણીની અલાયદી વ્યવસ્થા મળી રહેશે. જેથી કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે ઇચ્છે ત્યારે ગરમ પાણી પી શકશે અને એમને જર્મ્સ લાગી જવાનો ડર પણ નહીં રહે. આ અવસરે મહેન્દ્રભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, ડો. કેતન નાયક, ડો. રાગિણીબેન ઉપસ્થિત રહ્યા હતા. જેઓને સાંસદ સી આર પાટીલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટેલ દ્વારા ઈલેટ્રીક કેટલની સહાય સુપરત કરવામાં આવી હતી.