Editorial Gujarat

સુરત પોલીસ કમિશ્નરે બહાર પાડ્યો પરિપત્ર : વાહનો પર પ્રેસ કે પોલીસ લખનારાઓ દંડાશે

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાઈકોર્ટમાં ટ્રાફિક અને દબાણ મુદ્દે ટકોર બાદ શહેરમાં દિનપ્રતિદિન ઘડાકેભેર દબાણમાં આવતા ઘર અને ટ્રાફિકના પ્રશ્નોનોનું નિવારણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે હવેથી પોલીસ, પ્રેસ સહિતના સ્ટીકરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ વિશે મળતી માહિતી અનુસાર, સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ વાહનોને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા પ્રમાણે, હવેથી કોઈએ પોતાના વાહન પર પોલીસ,પ્રેસ સહિતના સ્ટીકરો ન લગાવવા જણાવ્યું છે. અને જે લોકો આ જાહેરનામાનું ભંગ કરતા નજરે પડશે તેમના વાહનો પરથી આવા સ્ટીકરો દૂર કરી દંડાશે.