Editorial FIRE Accident Gujarat Humanity Politics

સુરત : સ્કુલ વાન દુર્ઘટનામાં કતારગામ ભાજપના MLA વિનુભાઈ મોરડીયાની પ્રશંસનીય કામગીરી

મો.ન્યુ.ફો.નેટવર્ક :  તાજેતરમાં સુરતના કતારગામ વિસ્તારમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક સ્કૂલવેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી,જેમાં વેન ડ્રાઈવરે જીવના જોખમે તમામ બાળકોને આગમાંથી બચાવી લીધા. 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી.પગ ના ભાગે દાઝી ગયેલ વિદ્યાર્થીનીઓ ને પ્રાણ નાથ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.આ ઘટનાની જાણ થતાં જ કતારગામ ના ભાજ્પ ના સક્રિય ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા તુરંત જ પ્રાણ નાથ હોસ્પિટલ પહોચી ગયા હતા.

હોસ્પિટલ માં તેમણે જાતે હાજર રહી ને દાઝી ગયેલી વિદ્યાર્થીનીઓ ને સારવાર અપાવી હતી.એટલું જ નહીં પણ તમામ પ્રકારની મદદ માટેની તૈયારી દર્શાવી હતી.વિનુભાઈ ની આ પ્રશંસનીય કામગીરી જોઇ હાજર સૌ કોઈ એ ધારા સભ્ય ની આ કામગીરી ની ભારે પ્રશંસા કરી હતી.

મોર્નિંગ ન્યુઝ ફોક્સ સાથે ની વાતચીત મા MLA વિનુભાઈ મોરડીયા એ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી.જો કે ઘટનાની જાણ થતા શાળા નો સ્ટાફ, આચાર્ય, ટ્રસ્ટી તેમજ શિક્ષકો સહીત નો સ્ટાફ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહ્યો હતો.

About the author

Editor

Featured