Editorial Gujarat

સુરત : બસ પર ઝાડ પડતાં સીટી બસનો ખુરદો વળી ગયો : જાનહાની ટળી

 

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાલમાં સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ને કારણે ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો પણ બની રહ્યા છે.ત્યારે શનિવારે સવારે સાત વાગ્યાના સુમારે શહેરના ચોક બજાર ગાંધીબાગ નજીકથી પસાર થઇ રહેલી એક સિટી બસ પર તોતિંગ ઝાડ પડ્યું હતું. જેના કારણે બસનો ખુરદો વળી ગયો હતો.

જો કે, મુસાફરો ન હોવાને કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. મળતી માહીતી મુજબ શહેરના ગાંધીબાગ ડેપો પરથી વસીમભાઇ નામનો ડ્રાઇવર પોતાની સિટી બસના ફેરા માટે સવારે સાત વાગ્યાના સુમારે સ્ટેશન તરફ જવા રવાના થયો હતો. જ્યારે તે ગાંધીબાગ ડેપોમાંથી બસ બહાર લઇને નીકળ્યો ત્યારે અચાનક ગાંધીબાગનું એક તોતિંગ ઝાડ તેમની સિટી પર પર ધડાકા ભેર પડ્યું હતું.

ઝાડનો તોતિંગ ભાગ બસના છાપરાના ભાગ પર પડતા મોટી નુકસાની થઇ હતી.આ ઘટના ની જાણ થતાં જ ફાયર બ્રીગેડ અને ગાર્ડન વિભાગનો સ્ટાફ તુરંત ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઝાડની ડાળીઓ કાપીને બહાર કાઢવાની કવાયત તેમણે શરૂ કરી હતી.