Gujarat Religious News

ધાર્મિક/ ઉમિયાધામ સુરત ખાતે “દ્વિ દશાબ્દી મહોત્સવ અને નવચંડી મહાયજ્ઞ” યોજાશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ,સુરત : ઉમિયા પરિવાર ટ્રસ્ટ-સુરત દ્વારા “ઉમિયાધામ” ના પ્રાંગણમાં “દ્વિ દશાબ્દી મહોત્સવ એવં નવચંડી મહાયજ્ઞ” સંવત ૨૦૭૫ ના ચૈત્ર વદ ૧૨ ને બુધવાર તા.૦૧/૦૫/૨૦૧૯ થી ચૈત્ર વદ ૧૩ ને ગુરૂવાર તા.૦૨/૦૫/૨૦૧૯ સુધી ઉજવણી રાખેલ છે. તેમજ મા ઉમિયાજીનો દિવ્ય સુશોભિત રથ સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. જેના દર્શનનો લાભ લેવા વિનંતિ.

રથ પરિભ્રમણ કાર્યક્રમ:-૨૪ થી ૨૬ એપ્રિલ સુધી ગ્રામ્ય વિસ્તારમાં તથા ૨૭ થી ૩૦ એપ્રિલ સુધી સુરત શહેરમાં પરિભ્રમણ કરશે. જેમાં મહારક્ત દાન શિબિર-તા.૧લી અને ૨જી મે સવારે ૯.૦૦ થી સાંજે ૮.૦૦ કલાક સુધી, શોભાયાત્રા-૧લી મે સવારે ૮.૦૦ કલાકે ઉમિયાધામથી પ્રસ્થાન કરશે.

શક્તિવંદના-સંતવાણી(ડાયરો) ૧લી મે રાત્રે ૯.૦૦ કલાકે કલાકારો-મેરામણભાઈ ગઢવી તથા અર્ચનાબેન જોષી સાથે નામાંકીત કલાકારો. તા.૨જી મે નવચંડી યજ્ઞ પ્રારંભ સવારે ૯.૦૦ કલાકે તથા પૂર્ણાહુતિ સાંજે ૫.૦૦ કલાકે, ભોજન પ્રસાદ સાંજે ૫.૦૦ કલાકે. નવચંડી યજ્ઞના સહ યજમાન માટે નામ નોંધવાનું ચાલુ છે.