સુરત હવે ઓક્સિજનને લઈ આત્મનિર્ભર બનશે : 1 લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજન મશીન આવશે ! જાણો કોણે કરી છે આટલી મોટી જાહેરાત ?

સુરત હવે ઓક્સિજનને લઈ આત્મનિર્ભર બનશે : 1 લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજન મશીન આવશે ! જાણો કોણે કરી છે આટલી મોટી જાહેરાત ?

જન્મભૂમિનું ઋણ ઉતારવા માટે USના ગુજરાતી આગળ આવ્યા, અમેરિકા ગુજરાતી સમાજ ઓફ મિસીસિપ્પી દ્વારા સહાય

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સુરતમાં શહેરમાં એક બાજુ કોરોના હાહાકાર મચાવી રરહ્યો છે, જેને કારણે રોજ અનેક દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. બીજી બાજુ અત્યાર સુધી લોકોની ઈન્જેક્શનો માટે તેમજ પોતાના સ્વજનોની મૃત્યુ બાદ તેમના શબના અંતિમ સંસ્કારની વિધિઓ માટે લાઈનો જોવા મળી રહી છે. સુરતમાં ઓક્સિજનના અભાવે ખાનગી હોસ્પિટલના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે. હાલ સુરતને દરરોજ 220 મેટ્રિક ટન ઓક્સિજનની આવશ્યકતા સામે 130-140 મેટ્રિક ટનનો પુરવઠો સપ્લાય કરવામાં આવતો હોવાથી સ્થિતિ વધુ વિકરાળ બની છે.

 આ સ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ઉતારવા માટે અમેરિકાને પોતાને કર્મભૂમિ બનાવનાર ગુજરાતી સમાજ આગળ આવ્યો છે. જેઓ 100000 ડોલરના ખર્ચે સુરતને ઓક્સિજન મશીનો મોકલશે તેવું એક મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સમાજ ઓફ મિસીસિપ્પી દ્વારા એક લાખ ડોલરના ખર્ચે 200 જેટલા ઓક્સિજન મશીન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માદરે વતતને સહાય કરવા માટે તત્પર ગુજરાતી સમાજના આગેવાનો દ્વારા ગણતરીના સમયમાં જ એક લાખ ડોલરની માતબર સહાય એકઠી કરવામાં આવી હતી.