સુરત : AAP ના નગર સેવકે PM મોદી સામે સાધ્યું નિશાન : .........' અને દેશને સ્મશાન બનાવી દીધો '

સુરત : AAP ના નગર સેવકે PM મોદી સામે સાધ્યું નિશાન : .........' અને દેશને સ્મશાન બનાવી દીધો '

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુના સો ચુના :  કોરોનાના શહેરને પરિણામે સમગ્ર દેશમાં અંધાધૂંધી જેવો માહોલ સર્જાયો છે કારણકે દેશમાં આરોગ્યલક્ષી સેવાઓ નું માળખું ઉભુ કરવામાં ક્યાંકને ક્યાંક કેન્દ્રની મોદી સરકાર નિષ્ફળ નીવડી હોય તેવું હાલ ની વર્તમાન પરિસ્થિતિ ઉપર સ્પષ્ટપણે દેખાઈ આવે છે પ્રધાનમંત્રી ખુદ કોરોનામાં જયારે એક બાજુ મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવા માટે સ્મશાન ઉભરાતાં હતા ત્યારે પ્રધાનમંત્રી ખુદ બંગાળ માં ચૂંટણી જીતવા માટે બેફિકર બનીને રેલીઓ અને સભાઓ કરી રહ્યા હતા જેને લઇને વિદેશી મીડિયાએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી એટલું જ નહીં પરંતું IMAના વાઇસ પ્રેસિડન્ટ પ્રો.દોહિયા એ પણ આ બધા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા.

જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના hometown ગણાતા ગુજરાતમાં કોરોના ને પરિણામે જે સ્થિતિનું નિર્માણ થયું હતું તે અત્યંત દયનિય હતું. એક બાજુ સંજીવની ગણાતા ઇન્જેક્શન ના કાળાબજાર થઈ રહ્યા હતા. લોકો ઇન્જેક્શનો માટે લાંબી લાંબી લાઈનોમાં ઉભા હતા તો બીજી બાજુ હોસ્પિટલોમાં બેડ મળતા ન હતા. વેન્ટિલેટર નો અભાવ હતો તો વળી ઓક્સિજનના અભાવને કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા. આ બધું ઓછું હોય તેમ કોરોના મૃત્યુ પામનાર મૃતદેહો ના અગ્નિસંસ્કાર માટે સ્મશાનોમાં પણ લાંબી લાઈનો હતી. એટલું જ નહીં અગ્નિસંસ્કાર વહેલા કરવા માટે પણ ભાવ બોલાતા હતા. જે ગુજરાત મોડેલનો મોદી ગર્વ લેતા હતા એ ગુજરાત મોડેલ બદનામ થઈ રહ્યું હતુ.

ગુજરાતના સુરત જેવા શહેરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. મૃત્યુઆંક દિવસે દિવસે વધતો જતો હતો. ત્યારે સરકારે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી નાખતા સુરત મહાનગરપાલિકાના ઈમાનદાર આમ આદમી પાર્ટીના નગરસેવકો લોકોની વહારે આવ્યા હતા અને આ આમ આદમી પાર્ટીના નગરસેવક દ્વારા ઠેર-ઠેર covid કેર isolation સેન્ટરો શરૂ કરવામાં આવ્યા. જ્યાં કોરોના ગ્રસ્ત દર્દીઓને ચા નાસ્તો ભોજનથી લઈને ઓક્સિજન ની સુવિધા પૂરી પાડવામાં આવી જોકે સેન્ટરોમાં ત્રણ હજાર કરતા વધારે દીકરીઓના પિતા એવા સેવાના ભેખધારી મહેશભાઈ સવાણી નું મોટું યોગદાન રહ્યું છે એ વાત નિશ્ચિત છે.

આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલબેન સાકરીયા એ વર્તમાન સ્થિતિમાં કોરોના કાળમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલી મોદી સરકાર ની કામગીરી સામે કટાક્ષ કરતા સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી મોદી સામે તીર ટાંકતા લખ્યું છે કે,

' જ્યારે હોસ્પિટલો બનાવવાની હતી ત્યારે, ફાઇવ સ્ટાર કાર્યાલયો બનાવ્યા,

જ્યારે સિસ્ટમ બદલવાની હતી ત્યારે, માત્ર કપડા બદલ્યા,

સુશાસન લાવવાની વાતો કરી હતી ત્યાં માત્ર ભાષણ જ આપ્યા,

જેમને લાવ્યા હતા ભારતને બનાવવા મહાન,

તેમણે બનાવી દીધો દેશને સ્મશાન.'