સુરત : હર્ષ સંઘવી સહિત કેટલાક ધારાસભ્યોના બદલાયેલા વલણથી CM રૂપાણી છે નારાજ ?

સુરત : હર્ષ સંઘવી સહિત કેટલાક ધારાસભ્યોના બદલાયેલા વલણથી CM રૂપાણી છે નારાજ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના ) :  છેલ્લા ઘણા સમયથી ભાજપમાં પણ આંતરિક કકળાટ ચાલી રહ્યો છે પરંતુ એ સપાટી પર આવતો નથી. જોકે છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી પણ કેટલાક ધારાસભ્યોના બદલાયેલ વલણથી ક્યાંક અંદરખાને નારાજ હોવાનું મનાઈ રહ્યું છે.

મીડિયા અહેવાલ મુજબ, તાજેતરમાં જ્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો જે જ્વલંત  વિજય થયો તેના કમલમ ખાતે યોજાયેલ વિજ્યોત્સવ દરમ્યાન મુખ્યમંત્રીની નારાજગી સપાટી પર આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જ્યારે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને સ્ટેજ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેડો ખવડાવ્યો ત્યારે સીએમ એ એ તરફ જોવાનું ટાળ્યું હતું.ત્યાર બાદ હર્ષ સંઘવી તેમને મળવા ગયા ત્યારે સીએમ એ તેમને કોઈ ખાસ ભાવ આપ્યો ન હતો.એ સમયની સી.એમ.ની બોડી લેંગ્વેઝ ઘણું બધું કહી રહી હતી.

જો કે હર્ષ સંઘવીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જે ફોટો અપલોડ કરવામાં આવ્યો છે એમાં પણ સી.એમ.ની બોડી લેંગ્વેઝ ઘણું બધું કહી જાય છે.અત્રે નોંધનીય છે કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના હનુમાન ગણાય છે.હર્ષ મોટે ભાગે સી.આર.પાટીલ સાથે જ હોય છે.સી.આર.પાટીલના મોટા ભાગના કાર્યક્રમોમાં તેઓ સાથે જ હોય છે.