સુરત : કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે હવે ઘરે બેઠા બેઠા જાણી શકાશે, કરવું પડશે માત્ર આટલું કામ

સુરત : કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે હવે ઘરે બેઠા બેઠા જાણી શકાશે, કરવું પડશે માત્ર આટલું કામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન પ્રમાણે અને તેમાં રહેલી તમામ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા જાણી શકાય તે માટે ઓનલાઇન માહિતી પત્રક આજે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન માહિતી પત્રકમાં તમારા ઘર થી નજીકની હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી હોસ્પિટલની કોન્ટેક્ટ ડિટેલ સાથે સામેલ છે. કોરોના સામેની આ લડાઈમાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુરતીઓ માટે #24×7 કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની માહિતી સુરત મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરીને આપી છે

http://office.suratsmartcity.com/suratCOVID19/Home/COVID19BedAvaibility details લિંક દ્વારા ઓનલાઇન જાણી શકાય તેવી વ્યવસ્થા કરી છે.

જો એમના હોસ્પિટલમાં બેડ અવેલેબલ હશે તો ઓનલાઇન તેની તમામ વિગતો પ્રાપ્ત થઈ જશે અને જો બેડ ખાલી હશે અને તેમના દ્વારા ખોટી માહિતી આપવામાં આવશે તો તેઓ પણ ઝડપાઈ જશે.હાલમાં હોસ્પિટલમાં કેટલા બેડ છે તે તમામની માહિતી અને કેટલાં બેડ ઉપયોગમાં છે તે માહિતી માત્ર એક જ ક્લિક પર જાણી શકાશે. છેલ્લા ઘણાં દિવસોથી દર્દી અને તેમના પરિવારજનો વિવિધ હોસ્પિટલોમાં ફરીને પોતાના દર્દીની સારવાર માટે ભટકવાની સ્થિતિ આવી હતી. જેના સામે હાલ આ એક રાહત આપનાર વ્યવસ્થા છે.