સુરત : 11 વર્ષની આ બાળકીએ માત્ર 8 કલાકમાં મેળવી અનોખી સિદ્ધિ, જાણીને તમે કહેશો ' વાહ કેવું ગજબનું ટેલેન્ટ છે '

સુરત : 11 વર્ષની આ બાળકીએ માત્ર 8 કલાકમાં મેળવી અનોખી સિદ્ધિ, જાણીને તમે કહેશો ' વાહ કેવું ગજબનું ટેલેન્ટ છે '

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  કહેવાય છે કે અસ્થિર મનના માનવીને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી જેનું મનોબળ મજબૂત હોય છે એ વ્યક્તિ આ દુનિયામાં કંઈ પણ કરી શકે છે. સુરતની એક 11 વર્ષની બાળાએ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેને જાણીને કદાચ અન્ય લોકોને પણ પ્રેરણા મળશે.

સુરતની 11 વર્ષની બાળાકી નું નામ છે સિદ્ધિ પટેલ.આ નાનકડી સિદ્ધિ જો કે અગાઉ એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં પોતાની અનોખી સિદ્ધિ નોંધાવી ચૂકી છે.તાજેતરમાં આ સિધ્ધીએ ચૈત્ર નવરાત્રીમાં અનોખી ઉપાસના કરીને સિદ્ધિ હાંસલ કરી છે.

હાલમાં ચાલી રહેલ ચૈત્ર નવરાત્રી દરમ્યાન વેકેશનના સમયગાળામાં સિધ્ધીએ મગની દાળ પર કળાની પીંછી વડે તેની ભક્તિ અનોખી રીતે પ્રદર્શિત કરી છે. સિધ્ધીએ બે કલાકમાં કુલ 8 કલાકમાં 200 ગ્રામ જેટલી મગદાળના દાણા પર માર્કર થી 15 નિત્ય પાવન સ્મરણ સ્ત્રોત અને 12 સૂર્ય નમસ્કારના મંત્ર લખી વધુ એક સફળતાની સિદ્ધિ હાંસલ કરી છે.સિદ્ધિ જણાવે છે કે આ કામ કરવા માટે સંપૂર્ણ એકાગ્રતાની જરૂર પડે છે.