સુરત : ભાજપનાં મહિલા ધારાસભ્યએ આ નર્સનો વિડીયો શા માટે શેર કર્યો ? હકીકત જાણીને તમે પણ દંગ રહી જશો

સુરત :  ભાજપનાં મહિલા ધારાસભ્યએ આ નર્સનો વિડીયો શા માટે શેર કર્યો ? હકીકત જાણીને તમે પણ દંગ રહી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : હાલમાં કોરોના કહેર ને પરિણામે કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સુરત શહેરમાં ઠેરઠેર કોવિડ કેર આઈસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે. જેમાં બુડિયા રામજીવાડી ખાતે સુરતના મહિલા ધારાસભ્ય ઝંખનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પણ 80 બેડની સુવિધા વાળુ covid કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને ઓક્સિજન બેડ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે.

જોકે હાલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માં ખાસ કરીને ઓક્સિજન નું પ્રમાણ ઘટી જવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે જેથી તેમને તાત્કાલિક ઓક્સિજન ની જરૂર પડે છે જોકે covid કેર isolation સેન્ટરમાં સેવા આપતા ડોક્ટરો અને નસો દ્વારા દર્દીઓના ઓક્સિજન લેવલને વધારવા માટે થેરાપી પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં બુુડિયા રામજી વાડી ખાતે ના isolation સેન્ટરમાં એક નર્સ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દી ને થેરાપી દ્વારા ઓક્સિજન લેવલ વધારવા માટેના પ્રયત્નો કરાઈ રહ્યાં હતા. ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા તેનો વિડીયો ધારાસભ્ય ઝંખનાબેન પટેલ તેમના સોશિયલ મિડીયા પેજ પર શેર કરી ને આ નર્સને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને તેની પ્રશંસા કરી છે. દર્દીઓની પ્રેમપૂર્વક સારસંભાળ લેવા બદલ તેમને ડોકટર્સ અને નર્સ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.

વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો