હેપી બર્થડે મોદીજી / આત્મનિર્ભર ભારતના સ્વપ્ન દ્રષ્ટા PM મોદીને આજે સુરતીઓ 70 હજાર ‘ડિજિટલ બર્થ ડે શુભેચ્છાઓ’ મોકલશે

0
1228

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  ગુજરાતના મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગર ના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 70 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાંથી ઠેરઠેર શુભકામનાઓ આપવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા અનેક સર્જનાત્મક અને રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના યુવાનો એ યૂથ ફોર ગુજરાત ના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું અભિયાન હાથ ધર્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિવસ નિમિત્તે જીગ્નેશ પાટીલના યુવા સંગઠન ‘ યુથ ફોર ગુજરાત ‘  ના સહયોગથી સુનિતા નંદવાણી, વિજય ડાવરિયા અને રવિ ડાવરિયા ના  નેતૃત્વમાં વડાપ્રધાનને 70000 ડિજિટલ શુભેચ્છાઓ મોકલવાનું લક્ષાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. જોકે ગુજરાતના યુવાઓની જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા મોકલવા ની અનોખી પહેલ છે ત્યારે સુરતીઓ પણ વડાપ્રધાનની આ અનોખી જન્મદિવસ ઉજવણી માટે ઉત્સુક બન્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 70000 ડિજિટલ શુભેચ્છાઓ મોકલવામાં આવશે એમ યૂથ ફોર ગુજરાતના સભ્ય ઉર્વી પટેલે જણાવ્યું છે.
શુભેચ્છાઓ મોકલવા નીચેની લિંક પર ક્લિક કરો