Gujarat

હાર્દિક પટેલને લાફો મારવા માટે તરૂણ ગજ્જરે જણાવ્યું મહત્વનું કારણ, સાંભળો વિડીયો શુ કહ્યુ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તરૂણ ગજ્જર દ્રારા હાર્દિક પટેલને લાફો મારવાની ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. જેને લઇને નેતાઓ પણ જુદા જુદા પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. ત્યારે મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલને લાફો શા માટે માર્યો? જો કે આ પ્રશ્નનો જવાબ પણ તરુણ ગજ્જરે જ આપ્યો છે. જેમાં તેને હાર્દિક પટેલને લાફો મારવા માટે નું કારણ સ્પષ્ટ કર્યું છે અને આ ઘટના ને પોતાની અંગત વ્યક્તીગત ઘટના ગણાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે સુરેન્દ્રનગરનાં બલદાણા ગામે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં તરૂણ ગજ્જર નામનો યુવક મંચ પર ચઢી ગયો હતો અને  ‘તું 14 જણાને ભરખી ગયો છે’ ઍમ બોલી ભાષણ આપી રહેલ હાર્દિક પટેલને લાફો ઝીંકી દીધો હતો.હાર્દિક પટેલને લાફો મારનાર આ યુવક તરૂણ ગજ્જર કડી પાસેના ગામનો હોવાનું બહાર આવ્યુ છે.