Editorial Gujarat Politics

આ ખરાબ સમાચાર સંભાળી CM રૂપાણી થઈ ગયા ગુસ્સાથી લાલઘૂમ : અધિકારીઓ નો લીધો કલાસ

 

મો.ન્યુ.ફો.નેટવર્ક : ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી બિઝનેસ કરવાના મામલે EODB રેન્કિંગમાંથી ગુજરાત ત્રીજા સ્થાનેથી ખસીને પાંચમાં સ્થાને પહોંચી ગયું છે.લોકસભા ચૂંટણીની એકદમ પહેલા જાન્યુઆરી 2019માં ગુજરાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે તાજેતરમાં જ મળેલા આ બેડ ન્યૂઝથી સીએમ વિજય રૂપાણી ભારે નારાજ થયા છે.સતત પાછળ ધકેલાઈ રહેલા રેન્કિંગને કારણે સવાલ ઉઠે છે કે શું ખરેખર હવે ગુજરાતમાં બિઝનેસ કરવો મુશ્કેલ થઈ ગયું છે?

આ બાબતને લઇને ગુસ્સેથી લાલઘૂમ થયેલા રૂપાણીએ બુધવારે કેબિનેટ મિટિંગમાં સિનિયર IAS અધિકારીઓનો ક્લાસ લીધો હતો અને ગુજરાત પોતાનો રેન્ક જાળવી રાખવામાં ક્યાં નિષ્ફળ ગયું તે અંગે વિગતવાર રિપોર્ટ આપવા જણાવ્યું. ગુજરાતે DIPP અને વર્લ્ડબેન્ક દ્વારા EODB રેન્ક આપવાની પદ્ધતિ પર પણ સવાલો ઉઠાવ્યા. ગુજરાત ગવર્મેન્ટના એક અધિકારીએ કહ્યું કે, “રેન્કનું જે રીતે કેલક્યુલેશન થયું તે રીત યોગ્ય નથી. આ મામલે DIPP તરફથી સ્પષ્ટતા માંગીએ છીએ.”

જો કે મળતી માહીતી મુજબ રૂપાણી સરકાર ગુજરાતનો રેન્ક ત્રીજા નંબરેથી સુધરીને બીજા નંબરે પહોંચી જશે તેવી અપેક્ષા ધરાવતી હતી, પણ ઉલટાનો રેન્ક લપસીને પાંચમા સ્થળે પહોંચી ગયો છે જેથી રૂપાણી સરકારને પણ આઘાત લાગ્યો છે. સીએમ આ રેન્કથી નારાજ હતા અને તેમણે આ મામલે સ્પષ્ટતા માંગી છે કે રાજ્યમાં આટલા બધા સુધારા થવા છતાં રાજ્યનો રેન્ક કેમ ન સુધર્યો.” ઉલ્લેખનીય છે કે 2015માં ગુજરાતનો રેન્ક પહેલા નંબરનો હતો પણ 2016માં તે ત્રીજા નંબરે પહોંચ્યો અને 2017માં પાંચમાં નંબરે પહોંચી ગયો.