Editorial National

દેશમાં 72 મા સ્વાતંત્રતા દિવસે બની સૌથી મોટી દુર્ઘટના,જેમાં 12 થી વધું લોકોએ જીવ ગુમાવ્યો

મો.ન્યુ.ફો.નેટવર્ક. :  72 માં સ્વતંત્રતા દિવસના અવસરે મધ્ય પ્રદેશ ના ગ્વાલિયર પાસે શિવપુરીના સુલ્તાનગઢમાં કેટલાક લોકો પિકનિક મનાવવા ગયા હતાં ત્યાં ઝરણાંમા  અચાનક પાણીનું સ્તર વધવાના કારણે લગભગ 30-40 લોકો ફસાઈ ગયા હતા.જેમાંથી 12 લોકો પાણીમાં તણાઈ ગયા હતાં. જ્યારે 8 લોકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કઢાયા છે.

મળતી માહિતિ મુજબ સ્વતંત્રતા દિવસના અસવરે ગ્વાલિયર-શિવપુરી બોર્ડર પાસે સુલ્તાનગઢમાં મોટી સંખ્યામાં લોકો ઝરણાંમાં પિકનિક મનાવવા આવ્યા હતા. સાંજે 4 વાગ્યા આસપાસ ઝરણાંમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. આ દરમિયાન ત્યાં લગભગ 20 લોકો નાહી રહ્યા હતા. ખતરાને સમજીને કેટલાક લોકો બહાર નીકળી ગયા જ્યારે 12 લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા અને 30થી 40 લોકો પથ્થરો પર ફસાઈ ગયા. તો આ ઘટનામાં કેટલાક લોકોના ગાયબ થવાની પણ ખબર છે.

શિવપુરી જિલ્લાના કલેક્ટર શિલ્પા ગુપ્તાએ મીડિયા ને જણાવ્યું કે ઝરણાંમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે પથ્થરની શીલાઓ પર ફસાયેલા લોકોમાંથી અત્યાર સુધીમાં 8 લોકોને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કઢાયા છે. ગ્રામ પંચાયત મોહનાના સરપંચએ ઘટનાની સૂચના મળતા તાત્કાલિક પોતાના કેટલાક ગોતાખોરોને બોલાવ્યા અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. ઝરણાંના પ્રવાહમાં બે પથ્થરો પર લોકો ફસાયેલા છે. ઘટનાસ્થળ પર સતત વરસાદ થઈ રહ્યો છે, આથી ઝરણાંમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું

 આ  ઘટના પર શોક પ્રગટ કરતા  મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર શોક પ્રગટ કરતા કહ્યું કે ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, હું સતત બચાવ દળના સંપર્કમાં છું. કેન્દ્રીય મંત્રી અને ક્ષેત્રીય સાંસદ નરેન્દ્ર સિંહ તોમરે પણ ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યા છે.