Editorial National Politics

2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર માટે સૌથી મોટો ઝટકો , આ ત્રણ રાજ્યોમાંથી જઇ શકે છે સત્તા

મો.ન્યુ.ફો.નેટવર્ક : હવે ધીમે ધીમે 2019ની લોકસભા ચૂંટણી ના પડઘમ વાગી રહયા છે,ત્યારે 2019 ની ફાઇનલ પહેલા ત્રણ મોટા રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીઓ ને સેમી ફાઇનલ ગણવામાં આવી રહી છે,કારણ કે આ ચૂંટણીના પરિણામોની અસર 2019 ની લોક સભાની ચૂંટણીના પરિણામો પર થઈ શકે છે.ત્યારે ઍક ખાનગી ટીવી ચેનલ દ્રારા થયેલ
સી વોટર સર્વેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે,જેમાં ત્રણેય રાજ્યોમાં ભાજપના હાથમાંથી સરકાર જઈ શકે છે.

 

સર્વે મુજબ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠકો છે. છત્તીસગઢ વિધાનસભાની કુલ 90 બેઠકો છે.જ્યારે રાજસ્થાન વિધાન સભાની કુલ 200 બેઠકો છે.ત્યારે સી વોટરના સર્વે મુજબ, MP માં ભાજપ-106, કૉંગ્રેસ-117 અને અન્ય-07 બેઠકો મેળવી શકે છે. છત્તીસગઢમાં ભાજપ-33, કૉંગ્રેસ-54 અને અન્ય-03 બેઠકો મળવાનો અંદાજ છે.જ્યારે રાજસ્થાનમાં ભાજપ-57, કૉંગ્રેસ-130 અને અન્ય-13 બેઠકો મળવાનો અંદાજ છે.

આ સર્વે મુજબ, મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની પસંદમાં શિવરાજસિંહ ચૌહાણ-42 ટકા જ્યોતિરાદિત્ય સિંધિયા-30 ટકા જ્યારે કમલનાથ- 7 ટકા લોકોની પસંદ છે.જ્યારે છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદમાં રમણસિંહ 34 ટકા, અજીત જોગી 17 ટકા અને ભૂપેશ બધેલ 09 ટકા લોકોની પસંદ છે.આ ઉપરાંત રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પસંદમાં વસુંધરા રાજે 24 ટકા, અશોક ગહેલોત 41 ટકા અને સચિન પાયલોટ 10 ટકા લોકોની પસંદ છે.