Gujarat

ભાજપ મહિલા મોરચાના મહામંત્રીની ખુલ્લી દાદાગીરી, “જેણે પણ દરોડા પડાવ્યા છે તેને હું જોઇ લઇશ.”

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : રાજકોટમાં હોલમાર્કનું લાયસન્સ ન ધરાવનાર જ્વેલર્સમાં BISના દરોડા પડ્યા હતા.જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.કેટલાંક વેપારીઓ હોલમાર્ક લાયસન્સ વગર હોલમાર્કનું નિશાન લગાવી સોનુ વહેચતા હોવાનું બહાર આવ્યું હતું. બીઆઇએસના અધિકારીઓએ આવા વેપારીઓનું સોનુ સીલ કર્યું હતુ.ખુદ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પુનિતાબેન પરીખના ભાઇની દુકાનમાં દરોડા પડતા તેઓ દુકાને દોડી આવ્યા હતા અને અધિકારીઓ અને મીડિયા સમક્ષ કહ્યું હતું કે, “જેણે પણ દરોડા પડાવ્યા છે તેને હું જોઇ લઇશ.”

પ્રાપ્ત માહીતી મુજબ,રાજકોટમાં મવડી રોડ પર પુનિતાબેન પારેખના ભાઇની પાલા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે જ્યાં બીઆઇએસની રેડ પડી હતી. રેડ પડતા જ પુનિતાબેન ત્યાં આવ્યા હતા અને અધિકારીઓ સાથે રકઝક કરી હતી. તેણે આક્ષેપો કર્યા હતા કે, હોલમાર્કનું લાયસન્સ ધરાવનાર જ્વેલર્સને ત્યાં રેડ પડી પરંતુ રેડ પડાવનાર અધિકારી સાથે મળેલા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

હોલમાર્કનું લાયસન્સ વગર સોનુ વેચતા વેપારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે. ગોલ્ડ ડીલર એસોસિએશનના ડીલર ભાયાભાઇ સોહલિયાએ જણાવ્યું હતું કે, સોની વેપારીઓ હડતાળ પાડશે નહીં. અમુક લોકોને કાયદાની ખબર જ નથી. હોલમાર્કના દાગીના વેચવા માટે બીઆઇએસનું લાયસન્સ હોવું જરૂરી છે. અધિકારીઓ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. બીજી તરફ અમુક વેપારીઓ હડતાળની વાત કરી રહ્યા છે ત્યારે ભાયાભાઇએ હડતાળ પાડવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું છે.