ભાજપના ધારાસભ્ય, પોલીસ અને મામલતદારે સાથે મળી કર્યું એવું કામ કે તમે પણ કહેશો ‘ વાહ કયા બાત હૈ ‘, જુઓ વિડીયો

0
1366

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : હાલમાં કોરોના વૈશ્વિક મહામારી ને કારણે અનેક લોકો એની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા સતત માસ્ક પહેરો અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવો જેવી સૂચનાઓ વારંવાર આપવામાં આવતી હોય છે. છતાં પણ લોકો આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે, ત્યારે ઊંઝા પંથકમાં કોરોના નો કહેર ન વર્તાય અને લોકોમાં જાગૃતિ આવે અને લોકો કોરોનાથી બચે તે માટે ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલ ખુદ રસ્તા ઉપર ઉતર્યા હતા અને તેમને લોકોને નિશુલ્ક માસ્ક વહેંચ્યા હતા.

જુઓ વિડીયો…..

સતત પોતાના વિસ્તારની ચિંતા કરનાર ડો.આશાબેન પટેલ ગઈકાલે જાહેર રસ્તા ઉપર માસ્ક વિતરણ કરતા નજરે પડ્યા હતા. તેમની સાથે ઊંઝાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. પટેલ અને મામલતદાર એ.પી. ઝાલા પણ જોડાયા હતા. ઊંઝા નગરમાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક પહેરાવી જાગૃત કર્યા હતા. ધારાસભ્યનું આ પ્રકારનું કાર્ય એ તેમના વિસ્તારની જનતાની જનતા પ્રત્યેનો તેમનો લગાવ સૂચવે છે.આશરે 5 હજારથી વધારે માસ્ક વહેચ્યા હતા.