Editorial Gujarat Politics

AMC સામે ભાજ્પના આ ધારાસભ્યની દાદાગીરીનો કિસ્સો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

મો.ન્યુ.ફો.નેટવર્ક : ઍક બાજુ ભાજ્પ સરકાર અનુશાસન ની વાતો કરે છે,નિયમો બનાવે છે,પણ આ નિયમો જાણે પોતાના નેતાઓને લાગુ ના પડતાં હોય એવો ઍક કિસ્સો અમદાવાદના અસારવાના ભાજ્પ ધારાસભ્યનો બહાર આવ્યો છે,જેમાં AMC એ કરેલ શેડ ના ડીમોલેશન બાદ MLA દ્રારા પુનઃ શેડ બાંધી દેવાતા તરેહ તરેહ ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદના અસારવાના ભાજ્પ ના MLA પ્રદીપ પરમાર ની ઓફીસ બહાર રહેલ શેડનું AMC એ થોડો સમય પહેલા ડીમોલેશન કર્યું હતુ.આશરે ઍક અઠવાડિયા પહેલા AMC ટીમે સીડી અને શેડ ને તોડી પાડ્યો હતો.પણ ત્યાર બાદ પુનઃ શેડ બનાવી દેવાતા આ ફોટો સોશ્યલ મીડિયા માં વાયરલ થયાં હતાં.

જો કે AMC એ કરેલ ડીમોલેશન બાદ પુનઃ MLA દ્રારા શેડ બાંધી દેવામાં આવતા તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ખડા થયાં છે,ત્યારે શુ એકવાર પુનઃ AMC આ શેડ તોડી ભાજ્પ ના આ નેતાની શાન ઠેકાણે લાવશે કે પછી નિયમો માત્ર આમ જનતા માટે જ રહી જશે ?