લગ્ન મંડપ માંથી વરમાળાની વિધી સમયે જ દુલ્હન ભાગી અને પછી........જે થયું એ જોઈ સૌની આંખો પહોળી થઇ ગઇ

લગ્ન મંડપ માંથી વરમાળાની વિધી સમયે જ દુલ્હન ભાગી અને પછી........જે થયું એ જોઈ સૌની આંખો પહોળી થઇ ગઇ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઉત્તર પ્રદેશના રામપુરના મિલક બ્લોકના ગામ મુહમ્મદપુર જદીદની રહેવાસી 23 વર્ષીય પૂનમ શર્માના બરેલી જિલ્લાના વફરી થાના શાહીના રહેવાસી રીંકુ સાથે 2 મે ના રોજ લગ્ન ચાલી રહયા હતા. ક્યારે ચાલુુ લગ્ન વિધિ માંથી દુલ્હન વેશમાંં શનગાર સજીને બેસીને પૂનમ એકાએક લગ્નમંડપમાંથી ઉભી થઈને ભાગી હતી તેને જોઈનેે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા ત્યારે થોડાક સમય બાદ  રીન્કુ ને પરત ફરેલી જોઈને  લોકો મોંમાં આંગળા નાખી ગયા હતા.

આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે પૂનમ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી પંચાયતની ચૂંટણીમાં મિલક બ્લોકના વોર્ડ નંબર 135થી ચૂંટણી લડી રહી હતી જોો કે લગ્નના દિવસે જ ઉત્તર પ્રદેશના આ ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા હતા.આ દરમ્યયાળા પૂનમની લગ્નવિધિમાં વરમાળા ની તૈયારી થઈ રહી હતી. આ દરમિયાન ખબર મળી કે તે બીડીસીની ચૂંટણી જીતી ગઈ છે. આથી પૂનમ ઘણી જ ખુશ થઇ ગઈ અને વરમાળા છોડીને મતગણતરીના સ્થળે પહોંચી ગઈ હતી અને જીતનું સર્ટિફિકેટ લીધું હતું. આ પછી લગ્નની વિધિ પૂરી કરી હતી.

મીડિયા સાથે ખાસ વાતચીત કરતા પૂનમ શર્માએ જણાવ્યું કે લગ્નના દિવસે જ તેને આવી ખુશી મળશે તેનો વિચાર કર્યો ન હતો. તેણે તેના હરિફ મુકેશને 31 વોટોથી હરાવ્યો હતો. તે પોતાના ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ક્ષેત્રનો વિકાસ કરવા માંગે છે.જીતનું સર્ટિફિકેટ મેળવ્યા પછી પૂનમ લગ્નના મંડપમાં પહોંચી હતી અને લગ્નની બાકી રહેલી વિધિ પૂરી કરી હતી. જીતની ભેટ સાથે પૂનમ સાસરિયામાં વિદાય થઇ હતી.