Social Media News Trending

કાર ચાલકને રસ્તા પર મળ્યું ‘ઉડતું મોત’, જુઓ હચમચાવી નાંખે એવો આ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : કહેવાય છે કે વિધાતાના લેખ ને કોઈ મિટાવી શકતું નથી. “ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?” આવી જ એક ઘટના ચાઈનામાં બની હતી. જ્યાં રસ્તા પર એક મેટલનો ટુકડો પડેલો છે. આ ટુકડો હાઈવે પરથી પસાર થતી કારની વિન્ડશીલ્ડ (કારનો આગળનો કાચ)માં ભટકાય છે અને કારચાલકનું અવસાન થઈ જાય છે.

રિપોર્ટ્સ અનુસાર, ટ્રકથી પડેલો મેટલનો આ ટુકડો કાર ચાલકના માથા સાથે ભટકાયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટના 26 એપ્રિલના રોજ ચીનના એક ઉત્તર પશ્ચિમ સ્થિત હાઈવે પર બની હતી.

આ ઘટનાનો વિડીયો પોલીસે જાહેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે મેટલનો એક મોટો ટુકડો હવામાં ઉડતો આવે છે અને કારના આગળના કાચમાં ભટકાય છે. જેથી કારનો આગળનો કાચ તૂટી જાય છે અને કાર ચાલકનું મોત થઈ જાય છે.