Editorial National Politics

ભાજ્પના આ મુખ્યમંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન : બુલેટ ટ્રેનને મનમોહન સિંહ સરકારનો પ્રોજેક્ટ ગણાવ્યો

મો.ન્યુ.ફો.નેટવર્ક : PM મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઘણા સમયથી ભારે ચર્ચા માં છે,વિરોધ પક્ષ એકબાજુ આ પ્રોજેક્ટ નો વિરોધ કરી રહ્યો છે,તો સાથે સાથે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈ ખેડૂતોએ પણ ક્યાંક વિરોધ દર્શાવ્યો છે.

ત્યારે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિચાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો  હોવાનું જણાવતા ભાજ્પ ના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ફડણવીસે વધુમાં જણાવેલ કે મનમોહન સિંહે આ માટે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે કરાર પણ કર્યા હતા.” ફડણવીસ નું આ નિવેદન ભારે ચચૉ માં આવ્યુ છે.

જો કે શિવસેનાએ મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો જોરદાર વિરોધ કર્યો હતો.વિધાનસભામાં MLCના સંજય દત્ત, નીલમ ઘોરે, અનિલ પરબ અને અન્યનો જવાબ આપતાં મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, “અમે માત્ર પ્રોજેક્ટ આગળ વધારી રહ્યા છીએ. એટલે આ મુદ્દાને રાજકીય રંગ આપવાની કોઈ જરૂર નથી. પ્રોજેક્ટનો અમલ કરવામાં સહકાર આપો.” ટિકિટ ભાડા ને લઈ CM ફડણવીસે કહ્યું કે, “જે પ્રમાણે ધારણા કરવામાં આવી રહી છે તે રીતે ટિકિટના ભાડા અતિશય વધારે નહીં હોય. પ્રોજેક્ટની સંભાવના ચકાસતા દરેક રિપોર્ટનું પરિણામ પોઝિટિવ મળ્યું છે.

નીલમ ઘોરેએ 78 હેક્ટર જંગલોનો નાશ અને ગામલોકોના વિરોધ અંગે કરી દલીલ પર ફડણવીસે કહ્યું કે, પ્રોજેક્ટમાં આગળ વધતાં પહેલા જરૂરી તમામ મંજૂરી લઈ લેવામાં આવશે.મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, “MOEFCC, સુપ્રીમ કોર્ટ અને અન્ય સંસ્થાઓ પાસેથી NOC (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લીધા વિના પ્રોજેક્ટમાં આગળ નહીં વધીએ. જમીનનો કેટલોક વિસ્તાર ઉપર છે, એટલે તેનાથી નીચેનો ભાગ તો જમીન માલિકોને મળશે જ. છતાં પણ તેમને જોઈતું હોય તો પૂરેપુરું વળતર આપવામાં આવશે.”