Gujarat Lifestyle

તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ વસાવેલ આ ગામને વર્તમાન CM રૂપાણીએ પાણી આપવાનું બંધ કરાવી દીધું, જાણો કારણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 2002માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાંકાનેર હાઇવેથી 4 કિ.મી. દૂર આવેલી ભોજપરા વાદી વસાહતના પરિવારને પાકા મકાન બનાવવા માટે 100 વારના પ્લોટ ફાળવ્યા હતા અને પ્લોટ પર મકાન બનાવી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યોતિ ગ્રામ યોજના હેઠળ લાઈટ આપવામા આવી હતી. સાથોસાથ તાલુકાના હસનપર ગામેથી પસાર થતી નર્મદા લાઈનમાંથી હસનપર જૂથ યોજના અંતર્ગત પાણી પણ આપવામાં આવ્યું હતું. પણ આજે CM રૂપાણી ના શાસનમાં આ ગામની મહિલાઓને પીવાના એક બેડા પાણી માટે વલખાં મારી રહી છે.

મળતી માહીતી મુજબ, વાંકાનેર તાલુકાના ભોજપરા વાદી વસાહત ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવાયું છે અને રોજ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે.પણ રૂપાણી ના શાસનમાં હસનપર જૂથ યોજના અંતર્ગત આ ગામને મળતું પાણી બંધ કરવામાં આવતા આશરે એક હજાર જેટલી વસ્તી ધરાવતા ગામ લોકોની હાલત કફોડી બની છે. હસનપર જૂથ યોજના હેઠળ આપવામાં આવતું પાણી છેલ્લા બે વર્ષથી કોઈ કારણોસર પાણી પુરવઠો બંધ કરી દીધો છે. કોણે બંધ કરાવ્યો? કોના કહેવાથી બંધ કરી દેવાયો? તે બાબતે ગ્રામજનો અજાણ છે.

જેથી હાલ તો ગામલોકો પાણી માટે આસપાસના વિસ્તારમાંથી, પેટ્રોલ પંપથી જેમ તેમ કરીને પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યાં છે. પરંતુ પરિસ્થિતિ ખૂબ વિકટ બની ગઈ છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન અમારા માટે પાણીની જે વ્યવસ્થા કરી હતી તે અમારી જાણ બહાર બંધ કરી દેવાતા અમારી વસાહત કફોડી સ્થિતિમાં મૂકાઇ ગઇ છે તેવું ગ્રામજનોએ મીડિયા ને જણાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી નિર્માણ કરેલા ગામ ને શું ખરેખર મુખ્યમંત્રી રૂપાણી ના ઈશારે પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે કે કેમ એક અકબંધ રહસ્ય છે.