Editorial Gujarat Politics

કૉંગ્રેસના આ મહિલા ધારાસભ્યએ રૂપાણી નું રાજીનામું માંગતા સર્જાયો રાજકીય ભૂકંપ

મો.ન્યુ.ફો.નેટવર્ક :  PASS કન્વિનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કરે એ પહેલા આજે રવિવારે એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી હતી.હાર્દિક પટેલના આ નિર્ણયને પગલે તેના ઘર પાસે પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જોકે હાર્દિક અને તેના સાથીદારો નિકોલ પહોંચે તે પહેલા જ પોલીસ કાફલાએ તેમને અટકાવ્યા હતા. જ્યાં હાર્દિક પટેલના ઘરે પણ ક્રાઈમબ્રાન્ચની ટીમ પહોંચી ગઈ હતી. આ દરમિયાન હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે ગરમા-ગરમી થઈ ગઈ હતી. એક તબક્કી મામલો વધુ બીચકશે તેવું લાગ્યું હતું. જોકે પોલીસે હાર્દિક પટેલ સહિતના 100 સાથીઓની અટકાયત કરી લીધી હતી.

આ સમગ્ર ઘટનાને ઊંઝા કૉંગ્રેસ ના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલે વખોડી કાઢી છે અને રૂપાણી ના રાજીનામાં ની માંગ કરતા જણાવ્યું છે કે, મગફળી કાંડમા આરોપીઓ સામે પગલાં ભરવામાં નિષ્ફળ નીવડેલી રૂપાણી સરકાર નિર્દોષ લોકોને ડરાવવા પોલીસને કતપૂતળી બનાવી લોકતંત્રના અવાજ ને દબાવી રહી છે.

લોકશાહીમાં પોતાનો હક માગવાનો દરેકને અધિકાર છે, ત્યારે પાટીદાર સમાજની માંગને લઇ ઍક દિવસના ઉપવાસ માટે બેસવા જઇ રહેલ હાર્દિક પટેલની પોલીસ દ્રારા ધરપકડ કરાવી રૂપાણી સરકારે સાબીત કરી દીધું છે કે તે જનતાને સમજવામાં અને સંતોષવામા નિષ્ફળ નીવડી છે, ત્યારે રૂપાણી સરકાર જો સંસ્કાર અને સિદ્ધાંતોમા માનતી હોય તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ.

અંગ્રેજો સામે ગાંધીજીએ પણ ઉપવાસનું હથિયાર ઉગામ્યુ હતુ. ત્યારે પાટીદાર સમાજના હકને અવાજ આપનાર હાર્દિક પટેલે પણ સરકાર સામે ઉપવાસ કરવાની પરવાનગી માંગી હતી, તો સરકારે પોતાની સત્તાનો દુરુપયોગ કરી લોકશાહીમાં ઍક સમાજના અવાજ ને દબાવવા નો જે હિન પ્રયાસ કર્યો છે તે નીંદનીય છે.