Editorial National Politics

ભાજપના આ દિગજજ નેતાએ રામમંદીર મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણ ગરમાયુ

મો.ન્યુ.ફો.નેટવર્ક : 2019 ની લોકસભા ની ચૂંટણીઓ નજીક આવી રહી છે,ત્યારે રામ મંદિરનો મુદ્દો પુનઃ ગરમાયો છે. જો કે છેલ્લાં 7 દાયકાથી રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે.ત્યારે ઉત્તર પ્રદેશના ડેપ્યૂટી CM કેશવ પ્રસાદ મોર્યએ અયોધ્યામાં રામ મંદિર ને લઈ આપેલ નિવેદન થી રાજકારણ ગરમાયુ છે.

કેશવ પ્રસાદ મૌર્યએ રામ મંદીર મુદ્દે કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટમાં કોઈ સમાધાન નહીં મળે તો સંસદમાં કાયદો બનાવીને રામ મંદિર બનાવીશુ. કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જ્યારે જરૂરત પડશે અને અમારી પાસે સંસદમાં બિલ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય ત્યારે અમે રામ મંદિર પર બિલ લાવવા વિશે વિચારીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસદમાં બન્ને ગૃહ (લોકસભા અને રાજ્યસભા)માં આ બિલને પસાર કરાવવા માટે બહુમતી હોવી જરૂરી છે. જો કે અત્યારે રાજ્યસભામાં કેન્દ્ર સરકાર પાસે બહુમતી નથી. કેશવ પ્રસાદ મૌર્યએ રામ મંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, જો કોઈ રસ્તો નહીં બચે તો સંસદમાં બિલ લાવીનું કાયદો બનાવીને અયોધ્યામાં રામ મંદિર બાવવાનો પ્રયત્ન કરીશું.