Editorial Gujarat Politics

રૂપાણી સરકારના આ મહિલા મંત્રીએ ખાનગી શાળાઓને લઇ આપેલા નિવેદનથી સર્જાયો વિવાદ

મો.ન્યુ.ફો.નેટવર્ક. : CM રૂપાણી સહીત એમના અનેક મંત્રીઓ ના જીભ લપસી જવાના કિસ્સા અનેકવાર બનતા હોય છે,જેમાં ભાંગરો વાટતા સરકાર ની ઇમેજ ને ધક્કો પહોંચતો હોય છે.તાજેતરમાં  રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે ની જીભ લપસી જતા એવું બોલી ગયા કે, ”  સરકારી શાળાને ટક્કર મારે તેવી હોય છે ખાનગી શાળાઓ ” મહિલા મંત્રીના આ નિવેદન ને લઇ એકવાર પુનઃ શિક્ષણ પ્રેમીઓમાં કૂતૂહુલ સર્જાતાં ઍક નવા વિવાદનો જન્મ થયો છે,કે અંતે તો મહિલા મંત્રીએ હૈયામાં હતુ એ હોઠો પર લાવી દીધું.

 

મળતી વિગતો મુજબ રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે સ્વસ્થ નારી , સ્વસ્થ સમાજ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ અને સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, અંજલીબેન રૂપાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતમાં વિભાવરીબેનની જીભ લપસી હતા અને કહ્યું હતું કે, સરકારી શાળાને ટક્કર મારે તેવી ખાનગી શાળા બને તેવું હું જોવા ઇચ્છુ છું.

પોતાના નિવેદન ને સુધારવા પ્રયત્ન કરતા, વિભાવરીબેને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સરકારી શાળાના શિક્ષણનું સ્તર સુધારવા માટેના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સરકારી શાળામાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. તેમજ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબદ્ધ કરાવવામાં આવી રહી છે. જેને પગલે ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ સરકારી શાળા તરફ વળી રહ્યા છે. હાલ સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી બની રહી છે. તેને બદલે કહ્યું હતું કે, આવતા દિવસોમાં સરકારી શાળાને ટક્કર મારે તેવી ખાનગી શાળા બને. આવા નિવેદનથી રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.