EDUCATION Gujarat

ધો.10 ના પરિણામની તારીખ જાહેર : જાણો ક્યારે આવશે પરિણામ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 9 મી મે રોજ ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં નાપાસ થતા વાલીઓમાં ભારે અસંતોષ હતો, જેને લઇને ગઈકાલે વાલી મંડળ દ્વારા ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ ની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ શિક્ષણ બોર્ડે જાહેર કર્યું હતું કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આમ આ વિવાદનો અંત આવતા જ હવે બોર્ડે ધોરણ 10 ના પરીણામ ની તારીખ જાહેર કરી દીધી છે.

ધોરણ 10નું પરિણામ આગામી 21મી મેએ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામને જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી સવારે 9 વાગ્યે પરિણામની જાહેરાત કરશે.