Gujarat Politics Trending

…….તો રૂપાણી સરકારના આ દબંગ MLA ને ઠેકાણે પાડવા ચૂંટણી પંચ લઇ શકે છે આકરો નિર્ણય

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : રૂપાણી સરકારના વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મંચ પરથી મતદારોને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે જો ચૂંટણીમાં ભાજપને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશું.વાસ્તવ ના આ નિવેદન ને લઇ ભારે વિરોધ થયો હતો,કારણ કે લોકશાહી દેશમાં ધારાસભ્ય નું આવુ નિવેદન સરમુખત્યારશાહી નો અહેસાસ કરાવી જાય છે.જેને લઇ આ દબંગ MLA વિરુદ્ધ કોંગ્રેસે વિરોધ દર્શાવી જિલ્લા ચૂંટણી અધિકારી પાસે ફરિયાદ કરી છે. તેમજ હવે આગળથી કોઈપણ ચૂંટણી પ્રચારલક્ષી કાર્યક્રમથી તેમને દૂર રાખવામાં આવે તેવી માગણી કરી છે.

મળતી માહીતી મુજબ,વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ શૈલેષ અમિને મીડિયા ને જણાવ્યું હતુ કે ‘મતદારોને ધમકાવવા માટે અમે શ્રીવાસ્તવ સામે ફરિયાદ નોંધાવી છે. આ સ્પષ્ટરુપે ચૂંટણી આચારસંહિતાનો ભંગ છે.’ તેમણે વધુમાં કહ્યું કે, “શ્રીવાસ્તવ દ્વારા ઉપયોગ કરવામાં આવેલ ભાષા એક જાતની ગર્ભિત ધમકી જ હતી. જો તેઓ ચૂંટણી પ્રચાર કરશે તો અમને શંકા છે કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ શકશે નહીં.’

મધુ શ્રીવાસ્તવની આ ધમકી નો વિડીયો સોશિયલ મીડિયામાં પણ સતત વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્રારા આ મુદ્દો ઉઠાવ્યા બાદ જીલ્લા ચૂંટણી અધિકારી શૈલિન અગ્રવાલે મીડિયાને કહ્યું કે, ‘આ મામલે નોડલ ઓફિસર અને આસિ. રિટર્નિંગ ઓફિસરને તપાસ કરવા આદેશ આપ્યો છે. અને આ રિપોર્ટ બાદ નિયમ મુજબ જરુરી તમામ પગલા લેવામાં આવશે.’ જો કે મધુ શ્રીવાસ્તવ ના આ નિવેદને તેમની ઇમેજ એક સડકછાપ નેતા જેવી ઊભી કરી છે.ત્યારે હવે ચૂંટણી પંચ દ્રારા મધુ શ્રીવાસ્તવ ને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાય એવી માંગ પ્રબળ બની રહી છે.