Personality Politics

Big Breaking : આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચે આ બે દિગજજ નેતાઓના ચૂંટણી પ્રચાર પર લગાવી રોક, જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : હાલમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે અનેક નેતાઓ દ્વારા પણ બેફામ વાણીવિલાસ કરાઈ રહ્યો છે. જેને લઈને પક્ષો દ્વારા એકબીજા ઉપર આરોપ મૂકીને ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. જોકે તાજેતરમાં ગુજરાતમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓ સામે બેફામ વાણીવિલાસ બદલ એકબીજા સામે ફરિયાદ કરી છે ત્યારે ચૂંટણી પંચ પણ આ મુદ્દે હવે લાલ આંખ કરી હોય તેવું લાગી રહ્યું છે.

જો કે માયાવતી અને યોગી આદિત્યનાથ સામે પણ ચૂંટણી પંચમાં આચાર સંહિતા અંગેની ફરિયાદ થઈ હતી જેને લઈને ચૂંટણીપંચે મોટો નિર્ણય લીધો છે અને યોગી આદિત્યનાથ ઉપર 72 કલાક ચૂંટણી પ્રચાર નહીં કરવા માટેનો પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે માયાવતિ ઉપર 48 કલાક સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણી પ્રચાર નહીં કરવા પર નો પ્રતિબંધ લગાવી દીધો છે. આમ ચૂંટણીપંચે આ બન્ને નેતાઓ સામે લાલ આંખ કરતાં આગામી સમયમાં પ્રચાર દરમિયાન બેફામ વાણીવિલાસ કરતા નેતાઓ એ પણ હવે સમજી વિચારીને નિવેદનો આપવા પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 18મી એપ્રિલે યોગી આદિત્યનાથ ગુજરાતમાં આણંદમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના હતા પરંતુ EC એ તેમના ઉપર ૭૨ કલાકની રોક લગાવી દેતા હવે આદિત્યનાથના આ કાર્યક્રમમાં મોટો ફેરફાર થઈ શકે છે અને તેમના કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.