Accident Gujarat

આમંત્રણ પત્રિકા આપી પરત ફરી રહેલ અમદાવાદના પ્રખ્યાત ડૉક્ટર અને ડ્રાઇવરનું માર્ગ અકસ્માતમાં મોત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે’ ક્હેવાત મુજબ ઘણી વાર અણધારી ઘટનાઓ બનતી હોય છે,જેની કલ્પના પણ ના કરી હોય.આ ઘટનાઓ ક્યારેક સુખદ હોય છે,તો ક્યારેક દુઃખદ સાબીત થાય છે.તાજેતરમાં નવા ઘરના વાસ્તુ ની આમંત્રણ પત્રિકા આપી પરત ફરી રહેલ ઍક ડૉક્ટર પરિવારમાં ડૉક્ટર નું સિદ્ધપુર પાસે માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતુ.સાથે ગાડી ના ડ્રાઇવર નું પણ મોત નીપજ્યું જ્યારે ડોક્ટરના પુત્ર સહીત 3 જણા ને ઈજાઓ થઈ હતી.

પ્રાપ્ત માહીતી મુજબ, ખ્યાતનામ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબ તુષાર પટેલ તેમના નવા ઘરના વાસ્તુ પ્રસંગે આમંત્રણ પત્રિકા આપવા શનિવારે ઉત્તર ગુજરાત ગયા હતા. પરંતુ પરત ફરતી વખતે છાપી હાઇવેથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ધારેવાડા પાસે અચાનક એક ટ્રક રોંગ સાઈડથી આવી તબીબની કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ડૉકટર તુષાર પટેલ અને કાર ચાલક બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે મોત હતું. જ્યારે ડૉક્ટર તુષાર પટેલના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી.

મૃત તબીબ ની ફાઇલ તસ્વીર

 

આ અકસ્માત બાદ મૃતક તબીબના પુત્રને સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યો હતો. જ્યારે મૃતક તબીબ અને તેમના ડ્રાઈવરનું જનરલ હોસ્પિટલ સિધ્ધપુર ખાતે પીએમ કરવા આવ્યું હતું.અત્રે  ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર ટેન્કરો અને ભારે વાહનો બેફામ સ્પીડે ચાલતા હોય છે. જોકે અહીં પોલીસ ચોકી હોવા છતાં પણ સિધ્ધપુર કે છાપી પોલીસ દ્વારા બેફામ ગતિએ ચાલતા વાહનોની સામે કોઇ પગલાં ભરવામાં આવતા નથી. એટલું જ નહીં પેસેન્જર ભરેલી ટેક્સીઓ જીપો પણ બેફામ ગતિએ પાલનપુર-સિદ્ધપુર ના ફેરા મારતી હોય છે,પણ પોલીસ ના આંખે હપ્તા ની માયાજાળના પાટા બંધાયેલા હોવાનું લોકોમાં ચર્ચાય છે.

Tags