Editorial National

યુવતીએ એવું તે શુ લખ્યું હતુ કે ફેસબૂક હેડક્વાર્ટરે ભારતીય પોલીસને ફોન કરવો પડ્યો ? ઘટના જાણી ઊડી જશે હોશ કોશ

મો.ન્યુ.ફો.નેટવર્ક :  સોશ્યલ મીડિયા દ્રારા અફવા ફેલાવવા ની વાતો તો ઘણી સંભાળી હશે,પણ  આ મીડિયાની જિંદગી બચાવવામાં પણ મહત્વની ભૂમિકા રહી હોવાનો ઍક રસપ્રદ કિસ્સો બહાર આવ્યો છે. ફેસબુકે અસમ ની ઍક કિશોરી ની જીંદગી બચાવવામાં મહત્વની ભુમિકા ભજવી હોવાનું ખુદ અસમ પોલીસે કબૂલ્યું છે.

સમગ્ર કિસ્સો ઍમ છે કે, સોમવારે ઍટલે કે, 23 જુલાઈ એ અસમની એક કિશોરીએ ફેસબુક પર અપડેટ કર્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે.જેવી જ આ ખબર ફેસબુકના અમેરિકા સ્થિત હેડક્વોર્ટરને મળી. તેમણે અસમ પોલીસને આ વાતની સૂચના આપી દીધી. આ સૂચના મળતા જ અસમ પોલીસ હેડક્વોર્ટર હરકતમાં આવી ગયું. ફેસબુક દ્વારા મળેલી માહિતીના આધારે તરત જ કિશોરીને શોધી લેવામાં આવી.

ત્યાર બાદ અસમ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે, અમને ફેસબુક તરફથી સૂચના મળી હતી કે ગત રાત્રિએ એક કિશોરીએ પોતાનું સ્ટેટસ અપડેટ કર્યું છે કે હું આજે આત્મહત્યા કરવા જઈ રહી છું, કિશોરીની માત્ર 30 મિનિટમાં ઓળખ કરી લેવામાં આવી અને તેને સુરક્ષિત કરી લેવાઈ. તેનું અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કરાયું છે. હવે તે સુરક્ષિત છે અને પોતાના માતા-પિતાની દેખરેખમાં છે.

જો કે આ સમગ્ર ઘટના અંગે એક પોલીસ અધિકારીએ બાદમાં મીડિયાને જણાવ્યું હતુ કે, અમારે કિશોરી સુધી એવી રીતે પહોંચવાનું હતું કે, પહોંચ્યા બાદ તે ગભરાઈને કોઈ ખોટું પગલું ન ભરી લે. આથી કિશોરીના ઘરમાં સાદા કપડાં પહેરીને પોલીસકર્મી પહોંચ્યા હતા. હાલમાં જ અસમ પોલીસએ મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ પણ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનમાં અસમ પોલીસે એટ ટ્વીટ કર્યું હતું, જેને લોકોએ પ્રશંસા કરી હતી. ત્યારે કિશોરીને આત્મહત્યા કરતા બચાવી લીધા બાદ ફરી લોકો અસમ પોલીસની પ્રશંસા કરી રહ્યા છે