Gujarat Humanity Lifestyle Personality

ગૌ ભક્તના મૃત્યુથી દુઃખી ગૌ માતા રોજ ફોટા પાસે બેસી આંસુ સારે છે.જુઓ તસવીરો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : માણસ અને પ્રાણી વચ્ચે અતૂટ નાતો રહેલો છે  જેની પ્રતીતિ કરાવતા  કિસ્સાઓ અવાર-નવાર  મીડિયામાં ચમકતા રહેતા હોય છે  ત્યારે તાજેતરમાં  જૂનાગઢના કેશોદ ગામે  એક ગૌ ભક્ત નું મૃત્યુ અવસાન થતાં જ ગાય માતા ને ભારે આઘાત લાગ્યો હતો.જેને લઇ ગાય માતા આ ગૌ ભક્ત ના બેસણામાં આવી આંસુ સારી રહયા છે.આ ઘટનાએ એકવાર પુનઃ માણસ અને પ્રાણી પ્રેમ ની કથા ને જીવંત કરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ, કેશોદના આંબાવાડી વિસ્તારમાં વસવાટ કરતા કોટડિયા પરિવારના ગૌ ભક્ત સ્વ. ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું તાજેતરમાં તા 25 એપ્રિલ’19 ના રોજ દુ:ખદ અવસાન થયું હતું. લૌકીક રિવાજ પ્રમાણે મૃતક વ્યક્તિને ત્યાં પરિવાર પર આવેલી અણધારી આફતમાં દુખમાં ભાગ લેવા અન્ય કુટુંબીજનો ઉતરક્રિયા સુધી બેસણું રાખે છે.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. ઉકાભાઈ કોટડીયાએ તેમના જીવન દરમિયાન ગૌમાતા તરફ સારો પ્રેમ હતો. તેઓ ગાયો માટે ખુબજ ચિંતિત રહ્યા હતા. આજીવન તેઓએ ગાયોની સેવા કરી છે.

પરંતુ આશ્વચર્યની વાત એ છે કે એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવે છે. આ ગાયમાતા સ્વ.ઉકાભાઇ કોટડિયાના ફોટા પાસે જઇ ઉભી રહે છે. ફોટા સામે માથું નમાવીને ફોટાની સામે કે બાજુમાં બેસી રહે છે અને આસુંડા સારે છે.માનવીય સંવેદના સાથે ગાયમાતાની સંવેદના ઉપસ્થિત તમામ લોકોની આંખોમાં આંસુ લાવી દે છે. કળીયુગમાં જોવા મળેલી આ અવિસ્મરણીય ધટના સતયુગની યાદ અપાવી દે છે.