Editorial Gujarat Personality Politics

કૉંગ્રેસ ના ધાનાણીએ સાપ પકડ્યો તેની સામે ભાજ્પ ના આ નેતાએ અજગર પકડ્યો !

મો.ન્યુ.ફો.નેટવર્ક :  કૉંગ્રેસ ના નેતા પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર સાંપ પકડતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે પરેશ ધાનાણીના આ વીડિયોની મજાક ઉડવતા ભાજપ ના વરૂણ પટેલે પોતાના ફેસબૂક પેઝ પર અઝગર સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં વરુણ પોતાના શરીરે એક અઝગર વીંટાયેલો દેખાડી રહ્યાં છે.

પરેશ ધાનાણીની મજાક ઉડાવતા વરુણ પટેલે ફોટો કેપ્શનમાં લખ્યું કે गुन्हेगार तो सब बनते है…हमे तो बस यादगार बनना है, લોકો ને હજુ તો સાપ પકડતા આવડે છે જરૂર પડે તો અજગર પકડતા પણ અમને આવડે છે.

પરેશ ધાનાણીએ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘”‘ ખડ શીતળો ” ‘ આજે “સાપ” પણ સરનામું ભૂલ્યો.,”એરૂ” પકડતા ય આવડે હો ભાઈ.! પરેશભાઇના આ સાહસથી તેમના સ્ટાફે પણ મોંમાં આંગળા નાંખી દીધા હતાં. તેમણે થોડી જ સેકન્ડોમાં સાપને પકડીને નજીકના નિર્જન સ્થળે છોડી આવ્યાં હતાં. નોંધનીય છે કે પરેશભાઇને સાપ પકડવાનો પણ શોખ છે.