Editorial National Politics

2019 માં ભાજ્પ ની જીત ને લઇ કૉંગ્રેસના પુર્વ કેન્દ્રીય મંત્રી એવા આ દિગજજ નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

મો.ન્યુ.ફો.નેટવર્ક :  2019 ની લોકસભાની ચૂંટણી ના  પડઘમ વાગી રહયા છે,ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર સૌથી મોટો પ્રહાર કર્યો છે. થરૂરે કહ્યું કે જો 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થશે તો ભારતનું બંધારણ મુશ્કેલમાં મુકાઇ જશે. ભારત હિન્દુ પાકિસ્તાન બની જશે.અને લોકતાંત્રિક મૂલ્ય ખતરામાં પડી જશે.

જો કે થરૂરના આ નિવેદન પર ભાજપે પલટવાર કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે શશી થરૂરના આ નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઇએ.સંબિત પાત્રાએ કહ્યું કે આ જ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનને જન્મ આપ્યો હતો. પાકિસ્તાન આજે ટેરરિસ્તાન છે, જેની સરખામણી ભારતની સાથે ન કરી શકાય.

સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ વારંવાર ભારતને નીચો દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેની સાથે હંમેશા હિન્દુઓને ગાળો આપવાનું કામ કર્યું છે.પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાકતા કહ્યું કે આ પહેલા રાહુલ ગાંધીએ હિન્દુઓને સેફ્રોન ટેરરિસ્ટ કહ્યા હતા. હવે તેમના નેતા શશિ થરૂરે હિન્દુઓને ગાળ આપી છે. જેને લઇને રાહુલ ગાંધીએ માફી માગવી જોઇએ.