Editorial Gujarat Personality

અમદાવાદ ના પોલીસ કમિશ્નરે એવું તે શુ કર્યું કે એમની એ ફોટો સોશ્યલ મીડિયામાં થઈ રહી છે વાયરલ

મો.ન્યુ.ફો.નેટવર્ક. : છેલ્લા કેટલાક દિવસથી રાજ્ય ના મહા નગરોમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા ને લઇને  ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિવારવા માટે ઝૂંબેશ ઉપાડી છે. ત્યારે તંત્ર પણ હવે હરકતમાં આવી ગયું છે. જો કે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે અમદાવાદના CP એ.કે.સિંઘે શહેરની સ્થિતિ જાણવા રીક્ષામાં મુસાફરી કરી હતી.

રિક્ષામાં મુસાફરીની અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘની કોમન મેન તરીકેની આ તસ્વીર વાયરલ થઇ છે. પોલીસ કમિશનર આ તસ્વીરમાં જાણે એક કોમન મેનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. શહેરના કોટ વિસ્તારમાં પોલીસ કમિશનર રિક્ષામાં બેસીને ફર્યા હતા.

રીક્ષામાં મુસાફરી કરતો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ CP નો આ ફોટો કારંજ વિસ્તારમાં મુસાફરીનો છે. સિંઘે ભદ્ર કાળી મંદિરમાં જઇને પૂજા પણ કરી હતી. આ વાયરલ તસ્વીર ની સોશ્યલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે.