સોશ્યલ મીડિયામાં વાયરલ ફોટોને લઈ ઊંઝા નગર પાલિકા સામે ઉઠ્યા સવાલ : ટેમ્પોમાં ભરેલા ફાઈલોના પોટલાંઓનું શુ છે રહસ્ય ?

0
1090

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) : ઊંઝા નગરપાલિકા માં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગઢવીની રાતોરાત એકાએક બદલી કરી દેવામાં આવી હતી. અને તેનો ચાર્જ વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસરને આપવામાં આવ્યો છે. તેમણે ૨૮ સપ્ટેમ્બરથી આ ચાર્જ સંભાળ્યો છે ત્યારે આ એકાએક થયેલી ચીફ ઓફિસરની બદલી ટોક ઓફ ધી ટાઉન બની છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વધુ એક નગરપાલિકાનો વિવાદાસ્પદ ફોટો વાયરલ થયો છે.

ઊંઝા નગરપાલિકાના વાયરલ ફોટો માં એક ટેમ્પો હાથી નજરે પડે છે તેમજ આ ટેમ્પોમાં કેટલાક દસ્તાવેજ ફાઇલના પોટલા સ્પષ્ટપણે દેખાઇ રહ્યા છે. આ ફોટો ક્યારનો છે તેની માહિતી નથી પરંતુ સવાલ એ થાય છે કે શુ આ દસ્તાવેજો ઊંઝા ન.પા.ના હશે ? આ દસ્તાવેજોને નગરપાલિકાની બહાર અન્ય કઈ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે? આ દસ્તાવેજો શા માટે નગરપાલિકામાંથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે ? આવા અનેક સવાલો આ ફોટો જોઈ નગરજનોને મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે.!!