EDUCATION Gujarat

ધો.12 સાયન્સનું પરિણામ 71.90 ટકા, રાજ્યમાં રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે પ્રથમ ક્રમે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 71.90 ટકા જાહેર થયુ છે,જેમાં 35 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે ધ્રોલ તાલુકા નું કેન્દ્ર 93.60 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જ્યારે બોડેલી કેન્દ્ર 27.19 ટકા સાથે છેલ્લા ક્રમે છે.

રાજકોટ જિલ્લાનું પરિણામ 84 પોઇન્ટ 47 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે છોટાઉદેપુર જીલ્લા નું પરિણામ 29.81 ટકા સાથે છેલ્લા ક્રમે રહ્યું છે. રાજકોટ જીલ્લો આ વખતે બાજી મારી ગયો છે ત્યારે વિદ્યાર્થીઓએ સારા પરિણામને લઇને શાળામાં સેલિબ્રેશન શરૂ કર્યું છે જેમાં વિદ્યાર્થીઓ ગરબા ગાયને પરિણામનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.વિદ્યાર્થીનીઓ નું પરિણામ 72.01 ટકા જેટલું આવ્યુ છે.