Editorial Gujarat Lifestyle Politics

રૂપાણી સરકારના નિયમ ની ઐસી કી તૈસી : આ શહેરના વિદ્યાર્થીઓને નહીં મળે નવરાત્રિ વેકેશન , જાણો કારણ

મો.ન્યુ.ફો.નેટવર્ક :  ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા વધે તે માટે “મિશન વિદ્યા” અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે ખુબ જ આવકારદાયક નિર્ણય છે અને તેનાથી જેનાથી શિક્ષણની ગુણવત્તામાં ખૂબ મોટી સફળતા મળવાની શક્યતા છે. પરંતુ આવા જ નવરાત્રી વેકેશન જેવા શિક્ષણ માટે અહિતકારી નિર્ણયોથી “મિશન વિદ્યા” અભિયાન પાછળનો મૂળ હેતુ સફળ નહીં થાય. અને એવું બને કે “મિશન વિદ્યા” અભિયાન કાયમ માટે ચલાવવાની ફરજ પડે. આમ થવાથી બાળકો શાળાથી વિમુખ થતા જશે,જેને લઇને સુરતની ખાનગી શાળા સંચાલકોએ નવરાત્રિ વેકેશન નહીં આપવાનો નિર્ણય કર્યો હોવાનું ખાનગી શાળા સંચાલક મંડળ ના મહેશભાઈ પટેલે Morning News Focus ને જણાવ્યું હતું.

રૂપાણી સરકારના મહિલા શિક્ષણ મંત્રી એ એકા ઍક નવરાત્રિ નું વેકેશન જાહેર કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.સરકારના આ નિર્ણય સામે આજે પણ ખાનગી શાળાઓ સરકાર સામે મેદાને પડી છે.ત્યારે આ વેકેશન વાલીઓ અને વિધાર્થીઓ માટે બિન અસરકારક છે,સુરત ના ખાનગી શાળા સંચાલકો એ સરકારના આ નિર્ણયની  આલોચના કરી, નવરાત્રીમાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.આગામી સમયમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શાળા સંચાલકો પણ નવરાત્રિ વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લેશે તો કદાચ સરકાર પોતાના જ તઘલખી નિર્ણય થી ભોઠી પડશે.

તાજેતરમાં વડોદરા ના નામાંકિત રિસર્ચ સ્કોલર જયેશ શાહે શિક્ષણ મંત્રી ને લખેલા ખુલ્લા પત્ર માં સવિશેષ ઉલ્લેખ કર્યો હતો કે , ગુજરાતમાં ૪૪,૪૪૫ પ્રાથમિક શાળાઓમાં જેમાં 90 લાખ થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ૧૧,૪૭૮ શાળાઓમાં આશરે 27 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એટલે કે માત્ર શાળાકીય શિક્ષણમાં ૧.૧૭ કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજના વિદ્યાર્થીઓની આમાં ગણતરી કરેલ નથી. તે આંકડો જો ઉમેરીએ તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા લગભગ ૧.૫૦ કરોડ સુધી પહોંચે છે.

વળી, શાળાનું પ્રથમ સત્ર જુન ની ૧૫ તારીખ આસપાસ શરૂ થયેલ અને તેમાં પણ પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ખેલ મહાકુંભ, વિજ્ઞાન-પ્રદર્શન, શ્રાવણ માસના વિવિધ તહેવારો આવે છે જેથી શિક્ષણ માટે આમ પણ પુરો સમય મળતો નથી. પ્રથમ સત્રમાં ચોમાસુ પણ હોય છે જેથી વરસાદ તથા તેને કારણે થતી બિમારીઓના કારણે વિદ્યાર્થીઓની ગેરહાજરીના પ્રશ્નો રહેતા હોય છે.

તેમાંયે આ રીતે અચાનક આપેલ નવરાત્રીનું વેકેશન એ સરકારના ગુણોત્સવ અને “મિશન વિદ્યા” જેવા કાર્યક્રમો ઉપર પાણી ફેરવી દેશે. આમ પણ સરકારી શાળામાં શિક્ષણ સિવાયના અન્ય વિભાગોના કાર્યક્રમો સફળ બનાવવાનું ભારણ હોય છે. જેથી શિક્ષણ માટે ઓછો સમય મળે છે.

કોઈ પણ દેશના ભવિષ્ય માટે શિક્ષણ પાયો છે એમાં પણ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે શિક્ષણ પ્રાણપ્રશ્ન રહ્યો છે તો શિક્ષણના હિત માટે આ નવરાત્રી વેકેશન રદ કરીને મૂળ જે શૈક્ષણિક સમય-પત્રક યથાવત રખાય તેવી લાગણી સાથે માગણી છે.

About the author

Editor