Editorial Gujarat Politics

CM રૂપાણીની સલાહની ઐસી કી તૈસી કરી ભાજપના આ પદાધીકારીએ તોડ્યા ટ્રાફિકના નિયમો,લોકોએ ભણાવ્યો પાઠ.

મો.ન્યુ.ફો.નેટવર્ક : ઍક બાજુ CM રૂપાણી ટ્રાફિક મામલે કડક પગલાઓ ભરવાના આદેશ આપે છે , તો બીજી બાજુ ભાજ્પ ના જ પદાધિકારીઓ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરતા જોવા મળે છે,આવો જ ઍક કિસ્સો ગઇકાલે સંસ્કારી નગરી વડોદરા માં બન્યો હતો.જેમાં વડોદરાના ડેપ્યૂટી મેયરની રોંગ સાઈડમાં જતી કારનો બાઈક સાથે અકસ્માત થયો હતો. જે બાદ લોકોનું ટોળૂં એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણની ઈનોવા કાર વડસર-અકોટા બ્રિજ પર રોંગ સાઈડમાં જઈ રહી હતી. આ દરમિયાન કારનો બાઈક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જે બાદ ત્યાંથી પસાર થનારા લોકોએ કારને ઘેરીને હોબાળો કર્યો હતો.અકસ્માત થતા જ લોકોના ટોળાએ કારને ઘેરીને ડે. મેયરને ડ્રાઈવરને કાર ચાલક વિરુદ્ધ પગલાં ભરવા માટે કહ્યું હતું. જોકે સ્થળ પરથી લોકોને ડ્રાઈવરનું લાઈસન્સ ડુપ્લિકેટ હોવાનું માલુમ પડ્યું હતું.

આ ઉપરાંત, બ્રિજ પર લોકોનું ટોળું એકઠા થવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે મામલાને થાળે પાડવા માટે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે પોલીસ દ્વારા આ મામલે કોઈ પ્રકારનો કેસ નોંધવામાં આવ્યો નથી. હવે જોવું રહ્યું કે સામાન્ય લોકોને ટ્રાફિકના નિયમો તોડવા પર દંડ ફટકારતી પોલીસે આ મામલે શું પ્રક્રિયા કરે છે.