Editorial Gujarat

એસ.ટી. ડ્રાઈવરે એવું પરાક્રમ કર્યું કે જે જાણી તમે કહેશો કે સલામત સવારી,એસ.ટી. અમારી ના દાવા પોકળ છે.

મો.ન્યુ.ફો.નેટવર્ક. : અવાર નવાર એસ.ટી. તંત્ર ની બેદરકારી ના કિસ્સાઓ સમાચારોમાં આવતાં રહે છે,જેમાં છુટ્ટા હાથે બસ ચલાવવી, પૂર ઝડપે બસ ચલાવવી,અથવા તો નશો કરી બસ ચલાવવા જેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે.

જો કે, ઘણા સમય અગાઉ ઍક એસ.ટી.ડ્રાઇવર  દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો ત્યારે તાજેતરમાં મહેસાણામાં ST બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ એસટી બસના ડ્રાઇવરને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો.

આ ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવતો હતો.મળતી માહીતી મુજબ, સરદાપુરથી આ ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી હતી. જોકે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.