સરકારના આદેશની ઐસી તૈસી : વિદ્યાર્થીઓને શાળાએ બોલાવાતાં થયો હોબાળો- વાંચો સમગ્ર અહેવાલ

સરકારના આદેશની ઐસી તૈસી : વિદ્યાર્થીઓને શાળાએ બોલાવાતાં થયો હોબાળો- વાંચો સમગ્ર અહેવાલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા 8 મહાનગરોમાં ઓફ લાઇન સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવા છતાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આજે ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વાલીઓ અને સ્થાનિક લોકો સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જો કે સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવવામાં આવ્યા નથી, પરંતુ પ્રશ્નપત્ર આપવા માટે બોલાવવામાં આવ્યા હોવાનો લુલો બચાવ કર્યો હતો.
                                                                                           મીડિયા અહેવાલ મુજબ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. શાળા સંચાલકો દ્વારા સ્કૂલ બંધ ન કરવામાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરીને પહોંચી ગયા હતા. દરમિયાન વાલીઓ અને સ્થાનિક લોકો સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન સ્કૂલ સંચાલકો દ્વારા વિધ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
                                                                                         ઉલ્લેખનીય છે કે વડોદરામાં કાર્યરત 117 જેટલા નાના મોટા કોચિંગ ક્લાસોને પણ બંધ કરી દેવા માટે સૂચના આપી હતી. ત્યારે માંજલપુર વિસ્તારની શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના સંચાલકો દ્વારા સરકારની સૂચનાઓને નેવે મૂકીને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાય તે રીતે સ્કૂલ ચાલુ રાખતા ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. માંજલપુરની શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ચાલુ રાખતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી છે અને આ અંગે તપાસના આદેશ પણ આપી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.