Editorial Gujarat National Politics Trending

2019 ના લોકસભા ઇલેક્શન માં ભાજપના આ બે સાંસદોની ટિકિટ કપાશે, જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક :  2019 ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપમાંથી અનેક સાંસદો ના પત્તાં કપાઈ જવાની ચચૉઓ ચાલી રહી છે,ત્યારે કેટલાંક એવા પણ સાંસદો છે,જેમને ટિકિટ ની પરવા કર્યા વિના પક્ષ સામે નિવેદન બાજી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું ,ત્યારે ભાજપે આવા સાંસદો ની ટિકિટ કાપવાનો નિર્ણય લઇ લીધો છે,જેમા પટના સાહિબ  બેઠક પરથી શત્રૃઘ્ન સિન્હા અને નાણાંમંત્રી અરૂણ જેટલી વિરુદ્ધ મોર્ચો ખોલનારા કીર્તિ આઝાદની ટીકિટ કપાઇ શકે છે.

 

મળતી માહિતી પ્રમાણે આ બન્ને સાંસદોએ સતત પક્ષ ની વિરુદ્ધમાં ખુલ્લે આમ નિવેદન આપ્યાં છે,જે મીડિયામાં પણ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ છે. જો કે અા બંને સાંસદોને પણ ખબર છે કે, ભાજપ તેમને ફરી ક્યારેય પણ ટીકિટ નહીં અાપે. તેમને પણ ભાજપમાં હોવું ન હોવું તે બાબતે ઝાઝો ફર્ક પડતો નથી.
આ સિવાય નાણાંમંત્રી અરૂણ જેટલી વિરુદ્ધ મોર્ચો ખૉલનર કીર્તિ આઝાદ ને તો પહેલાંથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

તદ્ ઉપરાંત રાજકીય ચર્ચાઓ મુજબ, બિહારમાં NDA દ્રારા બેઠકો ફાળવવા ની પ્રક્રિયા નક્કી થઈ ચૂકી છે. જેમાં 20 સીટમાં ભાજપ અને બાકીની 20 સીટમાં અન્ય દળોનો સમાવેશ કરવામાં આવશે. જેમાં JDUને 12 સીટ, LJPને 5 સીટ અને RLSPને 2 સીટો આપવાનું નક્કી થયું છે. પરંતું આ સીટોની વહેંચણીની કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. કદાચ બિહારમાં  પટના સાહિબ સીટ ભાજપ તેમજ દરભંગા સીટ JDUના ફાળે જઇ શકે છે.