Gujarat Politics

રૂપાણી સરકારનાં આ મહિલા મંત્રીની ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ, જાણો કારણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ૨૩મી તારીખે ગુજરાતમાં યોજાયેલી લોકસભાની અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટણીપંચને અનેક આચારસંહિતા ભંગની ફરિયાદ મળી છે. આ ઉપરાંત બોગસ મતદાન થયું હોવાના પણ સમાચારો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે ત્યારે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઇ હોવાનો ગુનો નોંધાયો છે.

ગત મંગળવારે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાવનગરમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે અને તેમના સમર્થકોએ પુલીંગ બુથમાં જ ‘મોદી હૈ તો મુમકિન હૈ’ નો નારો લગાવ્યો હતો જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે મતદાનના 100 મીટર વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાતો નથી ત્યારે શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે આ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

ભાવનગરના ફૂલવાડી ચોક વિસ્તારના પુલીંગ ઉસ્માન વિભાવરીબેન દવે અને તેમના સમર્થકોએ નારા લગાવીને આચારસંહિતાનો જે ઉલ્લંઘન કર્યું છે તે બદલ તેમની સામે નોંધાયેલી ફરિયાદ ને લઈને ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના અધિકારી એ  મીડિયાને જણાવ્યું હતું, ” ચૂંટણી અધિકારી કિરીટ શાહે ફરિયાદ કરતા વિભાવરીબેન દવે સામે ગુનો નોંધાયો છે જેને લઇને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે”