Editorial Gujarat Politics

ગુજરાતમાં સરકારી મેડીકલ કૉલેજના વિદ્યાર્થીઓ માટે આવ્યાં સૌથી દુઃખદ સમાચાર,જાણીને લાગશે આંચકો

મો.ન્યુ.ફો.નેટવર્ક : ઍક બાજુ રૂપાણી સરકારના શાસનમાં ખાનગી સ્કૂલો ના ફી વધારાને લઈ છેલ્લાં ઘણા સમય થી વિવાદ ચાલી રહ્યો છે,જેમાં સરકાર ઇચ્છવા છતાં પણ નિયંત્રણ નથી કરી શકતી,તો ફી નિયમન મુદ્દે બડાશો મારી ખોટા બણગાં ફૂંકતી રૂપાણી સરકારે ચોરી છૂપકે સરકાર હસ્તકની મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો કર્યો છે. સરકાર હસ્તકની મેડિકલ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપીની ફીમાં વધારો થયો છે. આ કોલેજોની ફીમાં 400 ટકા સુધીનો ફી વધારો કરાતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મેડિકલની ફીમાં રૂ.6000થી વધારે રૂ. 25,000 કરાવામાં આવ્યો છે. તો ડેન્ટલની ફી રૂ. 4000થી વધારીને રૂ.20000 કરાઇ છે. આ ઉપરાંત ફિઝિયોથેરાપીની ફીમાં રૂ.3000થી વધારીને રૂ.15000 કરવામાં આવી છે.

જો કે આ ફી વધારા પાછળ સરકારે એવું કારણ આપ્યું છે કે સેલ્ફ ફાયનાન્સ કોલેજોની સરખામણીમાં ફી ઓછી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય રાજ્યોની સરકારી કોલેજોની સરખામણીમાં પણ ગુજરાતની સરકાર હસ્તક મેડિકલ કોલેજોમાં ફીનો દર ઓછો હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનો ઉલ્લેખ પરિપત્રમાં છે.

બીજી બાજુ સરકારની ખોટી કે પ્રજા વિરોધી નીતિઓ નો અસરકારક વિરોધ કરવામાં પાંગળી પુરવાર થતી કૉંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં ફી વધારા અંગે ફી વધારા સામે વિરોધ કરવામાં આવશે નો રાગ આલાપવામાં આવ્યો હતો.કૉંગ્રેસે જણાવ્યું હતુ કે ગુજરાત ની ભાજપ સરકારે મેડિકલ અભ્યાસમાં ફી વધારો કરી ગરીબ વિદ્યાર્થીઓને અન્યાય કર્યો છે. ગુજરાત સરકાર કોલેજોમાં સુવિધા વધારવાના બદલે ફી વધારે છે. જેે ગુજરાતની આરોગ્ય સેવાના ભાવિ ડોક્ટર્સ સાથે અન્યાય છે.