Editorial Humanity National Politics

મહિલા ભિખારીના મૃતદેહને કોઈ ખભો આપવા તૈયાર નહોતું. આ ધારાસભ્ય એ દેખાડી માનવાતા

મો.ન્યુ.ફો.નેટવર્ક : આજકાલ મતલબી દુનિયામાં કોઈ કોઈનું નથી, પરંતુ ઓરિસ્સાના અમનાપલીની એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક ધારાસભ્યએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. બીજેડી ધારાસભ્ય રમેશ પટુઆએ નિરાધાર મહિલાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યેો. આ મહિલાની અર્થીને કોઈ ખભો આપવા માટે તૈયાર નહોતું. બધાને ડર હતો કે, જો તેઓ આ કામ કરશે તો તેમને સમાજમાંથી બહિસ્કૃત કરી દેવાશે.

મળતી માહીતી મુજબ, ઝારસુગુડાના અમનાપાલી ગામમાં જ્યારે લોકોએ એક મહિલાના શબને ખભો આપવાની તસ્દી ન લીધી ત્યારે વિસ્તારના ધારાસભ્ય રમેશ પટુઆ આ કામ માટે આગળ આવ્યા. તેમણે પોતાના પુત્ર-ભત્રીજા અને અન્ય કેટલાક લોકોની મદદથી તે મહિલાના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિલા ભીખ માગતી હતી અને પોતાની દિયર સાથે એક ઝૂંપડીમાં રહેતી હતી. જોકે, તેનો દિયર એટલો બીમાર હતો કે, તે પણ પોતાની ભાભીના અંતિમ સંસ્કાર કરી શકવાની સ્થિતિમાં ન હતો.

આ અંગે બીજેડીના ધારાસભ્યે કહ્યું કે, ગામના લોકોનું માનવું છે કે, જો અન્ય જ્ઞાતિનો માણસ કોઈના મૃતદેહને સ્પર્શે તો તેને પોતાના સમાજમાંથી કાઢી મૂકવામાં આવે છે. મેં તેમને અંતિમ સંસ્કાર કરવા માટે કહ્યું પણ તેઓએ ના પાડી દીધી એટલે મેં મારા પુત્ર અને ભત્રીજા સાથે મહિલાને દફનાવીને તેનો અંતિમ સંસ્કાર કર્યો.

46 વર્ષીય રમેશ પટુઆ રેંગાલી(સંબલપુર) વિધાનસભાથી બીજૂ જનતા દળના ધારાસભ્ય છે. રમેશે આ સારા કામ દ્વારા સમાજના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે જેઓ જાતિ અને સંપ્રદાયના નામે લોકો વચ્ચે ફાળવણી કરવાનું કામ કરે છે. જો દેશની રાજનીતિમાં આજે પણ રમેશ જેવા લોકો છે, તો આપણે આશા રાખીએ છીએ કે એક દિવસ આ સમાજ અને તેમાં રહેતા લોકોની વિચારસરણી જરૂર બદલાશે.